અભિષેક બચ્ચનના ગીત પર ખૂબ નાચી અનુપમાં, મુવ્સ અને એક્સપ્રેશને ઉડાવ્યા ફેન્સના હોશ

ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી માત્ર ટીવી જગતની જ નહીં પરંતુ સોશિયલ મીડિયાની પણ સ્ટાર બની રહી છે. અનુપમા બનીને દર્શકોના દિલ જીતી રહેલી રૂપાલી ગાંગુલી સ્ક્રીન પર જેટલી શાંત દેખાય છે અસલ જીવ પણ એટલી જ મસ્તીખોર અને તહેલકો મચાવનારી છે. તમે અત્યાર સુધી રૂપાલી ગાંગુલીને પોતાના ઓનસ્ક્રીન પાર્ટનર અનુજ કપાડીયા ઉર્ફ ગૌરવ ખન્ના સાથે ડાન્સ કરતા ઘણીવાર જોઈ હશે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

ગૌરવ સાથેની તેમની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. પરંતુ તે એકલી પણ ચાહકોના દિલ જીતવાની શક્તિ ધરાવે છે. રૂપાલી ગાંગુલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક શાનદાર વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો લુક સંપૂર્ણપણે બદલાયેલો છે. રૂપાલી બ્લુ ડેનિમ્સ, બ્લેક ટી-શર્ટ અને લાંબા પ્રિન્ટેડ શ્રગમાં ખૂબસૂરત લાગે છે.

એ જ વેસ્ટર્ન ડ્રેસ કેરી કરીને તેણે અભિષેક બચ્ચનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘દસવી’ના ગીત ‘મચા મચા મચા રે’ પર શાનદાર ડાન્સ કર્યો છે. વિડિયોમાં, રૂપાલી ઇન્ડોર કોરિડોરમાં જોઈ શકાય છે, જ્યાં તે તેના કોરિયોગ્રાફર સાથે ખરેખર ખૂબ જ સરસ ડાન્સ કરી રહી છે. તેનો આ વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે.

Leave a Reply

Your email address will not be published.