AC લગાવતા મિકેનીકનું સંતુલન બગડતા ધડામ કરીને પડ્યો નીચે, હોસ્પિટલ લઈ જતા પહેલા નીપજ્યું મોત

ઉનાળાની શરૂઆત થતાં ગરમીનો પારો ખૂબ જ વધી રહ્યો છે. લોકો ગરમીથી બચવા માટે હવે પોતાના ઘરે એસી લાવી રહ્યા છે. આજે દરેક વ્યક્તિના ઘરે મોટાભાગે એસી જોવા મળી જશે. તેમજ કેટલાક લોકો 24 કલાક એસી માં જ રહેતા હોય છે. એ લોકોથી આ કાળઝાળ ગરમી સહન થતી નથી.

પરંતુ હમણાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ એસી નો કારીગરો માટે ચિંતાનો વિષય થઈ ગયો છે. ગુરુગ્રામ સેક્ટર 82 માં આવેલ એક સોસાયટીમાં મિકેનિક એસી લગાવવા માટે ગયો હતો પરંતુ પોતાનું કંટ્રોલ ગુમાવતા તે 6 મારે થી ધડામ દઈને નીચે પડ્યો હતો. ત્યારબાદ મિકેનિકની વધુ સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ હાજર ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યો હતો. સ્થાનિક લોકો આ અકસ્માત જોઈને ખૂબ ડરી ગયા હતા.

મળતી માહિતી મુજબ મિકેનિક ઉત્તરપ્રદેશના રહેવાસી છે જેની ઉંમર ૨૯ વર્ષ છે અને તેનું નામ અમન છે. ગુરુવારના દિવસે તાત્કાલિક ધોરણે પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ હજુ સુધી આ વિષે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી કેટના માલિક વિશે વાતચીત કરતાં જાણવા મળ્યું છે કે તે વ્યક્તિ એસી લગાવવા માટે આવ્યો હતો. અને તે સમયે તેના જોડે દુર્ઘટના જોવા મળી હતી.’

ફ્લેટ તથા માલિકનું કહેવું છે કે તે બે વ્યક્તિઓ ac ફીટ કરવા માટે આવ્યા હતા. એક વ્યક્તિ ઘરમાં હતો અને બીજો વ્યક્તિ બાલકનીમાં કરી રહ્યો હતો સાત વાગ્યાના આજુબાજુ એસી ના બહાર નો ભાગ સરકી ગયો હતો જેના કારણે મિકેનિક પોતાનું કંટ્રોલ ખોઈ બેસી ગયો હતો અને ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઇ હતી.

મિકેનિક નીચે પડતા આજુબાજુના લોકોને ખૂબ જ મોટો અવાજ સંભળાયો હતો તેમજ સ્થાનિક લોકોની ખૂબ જ મોટી ભીડ જોવા મળી રહી હતી અને ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ તેનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મિકેનિક દ્વારા સુરક્ષાના સાધનો ચોક્કસ રીતે ઉપયોગ કરવામાં આવ્યો ન હતો તેમજ ફ્લેટ માલિકને સોસાયટી જાળવણી કરવી કંપની માં કામ કરવા દેવામાં આવ્યું. જો મિકેનિક એ ચોક્કસ રીતે કાળજે જાળવી હોત તો મિકેનિક અકસ્માતમાંથી બચી જાત.

Leave a Reply

Your email address will not be published.