અધધ ! કપાસના ભાવ મહત્તમ સપાટીએ, જાણો બજાર ભાવ

કપાસના ભાવમાં સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કપાસનો ભાવ 3050 થઈ ગયો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જેતપુર માર્કેટ યાર્ડ માં સૌથી વધુ ભાવ બોલાવી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં કપાસની આવકમાં ઘટાડો થતાં ખુબ જ તે જોવા મળી રહી છે અને ઓછા ઉત્પાદનના કારણે વધુ ભાવ જોવા મળી રહ્યો છે.


એક વર્ષમાં કપાસના ભાવમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે કપાસના વાવેતરમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે. વધુ ભાવ મળવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને મળતી માહિતી મુજબ રાજકોટમાં કપાસના એક મણ નો ભાવ 2750 જોવા મળી શકે છે.

કપાસના ભાવમાં વધારો નોંધાતા ખેડૂત મિત્રો પોતાનો માલ વેચવા લાગ્યા છે અને તેમને ભાવ મળી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ ભાવ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે જેથી નજીકના ગામડાના લોકો ત્યાં પોતાનું કપાસ વેચવા માટે જઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.