એક કિન્નર ને ગરીબ છોકરા સાથે પ્રેમ થઈ જતા તેને જીવન સુધારવા માટે ૨૮ લાખ રૂપિયા આપ્યા, પરંતુ યુવક એ કર્યું કંઇક અલગ જ

દુનિયામાં કોઈ વ્યક્તિ ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કરવો જોઈએ નહીં. આવું જ કિન્નર જોડે જોવા મળ્યું છે કિન્નર મોટા ભાગે આપણને ટોલનાકા પાસે જોવા મળતા હોય છે અને પૈસા માગીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.

તેમને બધા લોકો અલગ અલગ નામથી બોલાવતા હોય છે. એક દિવસ એક કિન્નર ની મુલાકાતે એજાજ અંસારી નામના છોકરા સાથે થઈ હતી. ત્યારબાદ બન્નેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો અને છોકરા આ કિન્નર ને વિશ્વાસ માં લઈ રહ્યો હતો.અને કહેતો હું હંમેશા તારા જોડે જ રહીશ અને તારું પૂરેપૂરું ધ્યાન રાખીશ.

તે સમય કિન્નર કહેતા કે હું તો કિન્નર છે તું મારા જોડે લગ્ન કરીશ તો સમાજમાં તારી બદનામી થશે અને તારું જીવન પૂરેપૂરી રીતે બગડી જશે. તેમજ હું તને કોઈ દિવસ પત્ની સુખ નહીં આપી શકું. તે સમયે છોકરા એ કહ્યું કે મને કોઈ વાંધો નથી પરંતુ આપણે બંને જીવન પર એકબીજા સાથે જ રહીશું અને હું તને ખૂબ જ પ્રેમ કરું છું.

કિન્નર આ યુવકને પૈસા મોકલતા હતા. તે યુવક ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતો હતો તેને નવું ઘર બનાવવા માટે ખૂબ જ પૈસા આપ્યા હતા તેમજ પોતાનો ધંધો કરવા માટે કિન્નર તેને આર્થિક વૃદ્ધિ અને બીજી ઘણી પણ મદદ કરી હતી. કિન્નર નું કહેવું છે કે તેને ૨૮ લાખ રૂપિયા ખર્ચો આ યુવક પાછળ કર્યો હતો.

આજે આ યુવક જોડે પૈસા અને ધંધો થઈ જતા એ હવે બીજું છોકરીઓ સાથે વાતચીત કરવાનું ચાલુ કરી દીધું છે અને કિન્નર જોડે વાત કરવાની બંધ કરી દીધી છે. ત્યારે કિન્નર ખૂબ જ દુઃખી થઈ ગઈ છે. આ યુવકનું કહ્યું છે કે હવે તેને કિન્નર ની કોઈ જરૂર નથી અને તે પોતાની દુનિયામાં કોઈ છે.

ત્યારે કિન્નર નું દિલ તૂટી ગયું છે અને પોતાની મહેનતથી ભેગા કરેલા તમામ પૈસા આ યુવક પાછળ વાપરી દીધા છે અને તે ખૂબ જ વધુ પસ્તાઈ રહ્યા છે દુનિયામાં મોટાભાગના લોકો મતલબી છે તો ધ્યાન રાખીને વિશ્વાસ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.