એક સમયે સ્ટેજ પર જાહેરમાં હાર્દિકને લાફો પડ્યો ત્યારે તે વ્યક્તિને ભાજપનો સાથી જાહેર કરી ભાજપ પર લગાવ્યા હતા ગંભીર આરોપ… જાણો ઘટના ની વિગત

આપણે ઘણા એવા સમાચાર જોયા અને જાણ્યા હશે જેમાં અમુક પ્રખ્યાત લોકો કે રાજનેતાને સ્ટેજ પર કોઈએ લાફો માર્યો હોય કે પછી તેમના પર ચપ્પલ ફેંક્યા હોય. પણ આજે અમે તમને આપણાં ગુજરાતની કોંગ્રેસના એક નેતા હાર્દિક પટેલને લાફો મારવામાં આવ્યો તેની વિગત લઈને આવ્યા છે.

તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના એક ગામ બલદાણામાં કોંગ્રેસની એક જનઆક્રોશ સભા કરવામાં આવી હતી ત્યાં હાર્દિક પટેલ એ સ્ટેજ પરથી પોતાનું ભાષણ કરી રાય હતા. એવામાં ચાલુ ભાષણમાં એક વ્યક્તિ તેમની નજીક આવે છે અને હાર્દિક પટેલને લાફો મારે છે.

હાર્દિક પટેલને લાફો માર્યા પછી લોકોમાં એ વાત જાણવાની ખૂબ ઉત્સુકતા હતી કે આ વ્યક્તિ છે કોણ. તો તમને જણાવી દઈએ કે લાફો મારવાવાળો વ્યક્તિ તરુણ ગજ્જર જેસલપુરનો રહેવાસી છે. હાર્દિકને લાફો માર્યા પછી ગામના લોકો આ યુવકને પાઠ ભણાવવા ખૂબ માર મારે છે. આ વ્યક્તિએ લાફો મારવા સાથે હાર્દિકને કહ્યું હતું કે ‘ટુ 14 લોકોને ભરખી ગયો. 14 પાટીદાર વ્યક્તિઓ તારા લીધે મરી ગયા.’

તમને જણાવી દઈએ કે આ ઘટના પછી હાર્દિક પટેલએ ભાજપ પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ભાજપએ મને મારી નાખવા માંગે છે એટલે મારા પર હુમલો કરાવ્યો હતો. તેઓ મને પ્રચાર કરતો રોકવા માંગે છે આ ભાજપનું જ ષડયંત્ર છે. હાર્દિકના ચાલુ ભાષણમાં આ વ્યક્તિ સ્ટેજ પર આવી જાય છે અને લાફો મારી દે છે.

આ પછી ત્યાં હજાર હાર્દિકના સમર્થકોએ આ વ્યક્તિને પકડીને ખૂબ માર માર્યો હતો. તે વ્યક્તિને જ્યારે મારવામાં આવી રહ્યો હતો ત્યારે ત્યાં પોલીસ પણ હાજર હતી. વ્યક્તિના કપડાં પણ ફાટી ગયા હતા એટલો માર મારવામાં આવ્યો હતો. યુવાન હાલમાં દવાખાનમાં દાખલ છે.

Leave a Reply

Your email address will not be published.