એક વ્યક્તિએ ભર બજારે કર્યું અનુપમાંનું અપમાન, સરિતા જોશીએ આપ્યો કરારો જવાબ

ટીવી સીરિયલ ‘અનુપમા’ના મેકર્સ ફરી એકવાર ફેન્સ માટે એક નવો ડોઝ લઈને આવી રહ્યા છે. ફેન્સ માટે શો મેકર્સ અનુપમાની પ્રિક્વલ લાવી રહ્યા છે. નિર્માતાઓએ અનુપમાની પ્રિક્વલ માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.જેનું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ સિરીઝ 25 એપ્રિલથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. ડિઝની-હોટસ્ટાર પર અનુપમાં નમસ્તે અમેરિકા 3 દિવસ પછી શરૂ થશે.

11-એપિસોડની આ સિરીઝ17 વર્ષ પહેલાંની અનુપમાંની વાર્તા કહેશે જ્યારે તેને તેનું સપનું પૂરું કરવાની તક મળી. નવા પ્રોમોમાં અનુભવી અભિનેત્રી સરિતા જોષી અનુના દાદી સાસુની ભૂમિકામાં જોવા મળશે. ક્લિપ્સમાં તે તેની પૌત્રીને સપોર્ટ કરતી જોવા મળે છે. ટીઝરમાં, દાદી સાસુ અનુપમા સાથે બજારમાં શાકભાજી ખરીદવા માટે જાય છે.

વિડિયોમાં મોતી બા (સરિતા જોશી) અને અનુપમા (રુપાલી ગાંગુલી) બજારમાં શાકભાજી ખરીદતા જોવા મળે છે, જ્યારે એક માણસ રોકાઈને બા સાથે વાત કરે છે. તે બાને કહે છે, “જય શ્રી કૃષ્ણ મોતી બા, સાંભળ્યું છે કે અનુપમા અમેરિકા જવાની છે ડાન્સ કરવા અને ડાન્સ શીખવવા. સારું લાગે છે કે આમ સારા ઘરની વહુ ડાન્સ-વાંસ કરે..” આના પર બા કહે છે- ‘અરે, મુકુલ ભાઈ પડી ગયુને..’ મુકુલ ભાઈ નીચું જોવા માંડે છે અને પૂછે છે કે શુ તો બા કહે, “તમારી વિચારસરણી. બની શકે તો ઉઠાવી લો.

અનુપમા- નમસ્તે અમેરિકામાં મોટી બાની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે. કારણ કે શાહ હાઉસમાં મોટી બા એકલા જ હતા જે અનુના સપનાને સાકાર કરવા માગતા હતા, તે માત્ર અનુપમાને અંગ્રેજી શીખવાનો આગ્રહ જ નહીં પરંતુ સમાજના ટોણાથી પણ બચાવે છે.

જણાવી દઈએ કે અનુપમા- નમસ્તે અમેરિકાના નવા પ્રોમો મેકર્સ દ્વારા સતત શેર કરવામાં આવી રહ્યા છે, જેના દ્વારા દર્શકોને વાર્તા વિશે હિંટ મળી રહી છે. આ સિરીઝ ચાહકોને અનુપમાના ભૂતકાળમાં 17 વર્ષ પાછળ લઈ જશે.

જ્યારે તે અમેરિકા જવાનું સપનું પૂરું કરવા માંગતી હતી. પહેલાથી જ ટીવી સિરિયલ અનુપમા ટેલિવિઝનની દુનિયા પર રાજ કરી રહી છે, જ્યારે હવે અનુપમા-નમસ્તે અમેરિકા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ટેલિકાસ્ટ થવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.