એરપોર્ટ પર મહિલા યાત્રીએ સ્મૃતિ ઇરાનીને પૂછ્યો મોંઘવારી પર સવાલ, મંત્રીએ આપ્યો આવો જવાબ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રવિવારે તેમના આસામ પ્રવાસ માટે ગુવાહાટી પહોંચ્યા હતા. પ્લેનમાંથી ઉતરતી વખતે એક મહિલા યાત્રીએ તેમને મોંઘવારી પર સવાલ કરવા લાગી. આ દરમિયાન મહિલા યાત્રી પોતાના મોબાઈલમાં વીડિયો પણ રેકોર્ડ કરી રહી હતી.

આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ વીડિયો રેકોર્ડિંગ બંધ કરવાની વિનંતી કરી, પરંતુ મહિલા યાત્રીએ વીડિયો રેકોર્ડિંગ ચાલુ રાખ્યું અને કેન્દ્રીય મંત્રીને મોંઘવારી પર સવાલ કરવાનું ચાલુ રાખ્યું.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાના સવાલ પર સ્મૃતિ ઈરાની પણ કેન્દ્ર સરકારના જનહિતકારી કામો ગણાવતી રહી. પ્લેનથી એરો બ્રિજ સુધી મહિલા પ્રશ્નો પૂછતી રહી અને આ ચર્ચા આગળ વધતી ગઈ. તમને જણાવી દઈએ કે સવાલ ઉઠાવનાર આ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ નેતા ડિસોઝા છે.

ગુવાહાટી પહોંચેલી સ્મૃતિ ઈરાનીને મહિલા યાત્રીએ મોંઘવારી પર સવાલ ઉઠાવ્યા અને વીડિયો રેકોર્ડ કરી લીધો. જુઓ કેન્દ્રીય મંત્રીએ પછી શું કહ્યું..#ViralVideo #SmritiIrani

વીડિયોમાં જોવા મળે છે કે સમૃતી ઈરાની જ્યારે નેતા ડિસોઝા મોંઘવારી મુદ્દે સવાલ પૂછે છે ત્યારે કેન્દ્રીય મંત્રી તેમના ફોન પરથી વીડિયો રેકોર્ડ કરતા કહે છે કે તમે મારો રસ્તો રોકી રહ્યા છો. દરમિયાન એલપીજીની વધતી કિંમતો પર સવાલ ઉઠાવવામાં આવતા તેમણે કહ્યું કે પ્લીઝ જૂઠું ન બોલો.

નેતા ડીસૂઝાએ આ વિડીયો શેર કરતા લખ્યું કે ગુવાહટીની ફ્લાઇટમાં સ્મૃતિ ઇરાણીજીનો સામનો થયો. રસોઈ ગેસની સતત વધતી કિંમત પર સાંભળો એમનો જવાબ. મોંઘવારીનું ઠીકરું કે કઈ કઈ વસ્તુ પર ફોડી રહી છે. જનતા પૂછે સવાલ, સ્મૃતિ જી દે ટાલ. વિડીયોનો ભાગ જરૂર જોવો, મોદી સરકારની હકીકત.

Leave a Reply

Your email address will not be published.