એવા 5 અનાથ વ્યક્તિઓ જેમણે પોતાના દમ પર કરી બતાવ્યું અનોખુ કામ.

એક માતા પિતા જ પોતાના બાળકને સારું ભવિષ્ય બનાવવા માટે રસ્તો બતાવતા હોય છે. જ્યારે બાળક સમજદાર થઈ જાય ત્યાં સુધી માતા પિતા જ તેમને સમજાવતા હોય છે કે ભવિષ્ય માટે આગળ કઈ રીતે વધવું. એવા ઘણા અનાથ બાળકો પોતાના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી દેતા હોય છે.

પણ તેમાંથી અમુક અનાથ બાળકોનું નસીબ ઘણું સારું નીકળ્યું. માતા પિતા ના હોવા છતાં પણ તેઓએ પોતાનો રસ્તો જાતે જ બનાવ્યો અને તેમાં તેમણે પોતાના દમ પર સફળતા પણ મેળવી. ચાલો તમને જણાવીએ એવા જ કેટલાક સફળ અનાથ બાળકો વિષે.

1. રાજેશ ખન્ના : પ્રેમથી બધા તેમને કાકા કહેતા હતા. તેઓ ભારતીય સિનેમાના એક સુપર સ્ટાર હતા. તેમણે ઘણા સમય સુધી લોકોના દિલ પર રાજ કર્યું. તેઓ બહુ ઓછા પ્રસિધ્ધ લોકોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. એવામાં કોઈએ એવું વિચાર્યું નહોતું કે રાજેશ ખન્ના એ અનાથ છે. તેમને દત્તક લીધા હતા પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા રાજેશ ખન્નાનું અસલી નામ જતીન ખન્ના હતું. તેમને કાકા ચુંનીલાલ અને કાકી લીલાવતીએ મોટા કર્યા હતા.

2. બિલ ક્લિન્ટન : બિલ ક્લિન્ટન 46 વર્ષની વયે યુનાઇટેડ સ્ટેટ્સના 42મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. જ્યારે ક્લિન્ટન રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેઓ તેમના દેશના ત્રીજા સૌથી યુવા રાષ્ટ્રપતિ હતા. વિલિયમ જેફરસન ‘બિલ’ ક્લિન્ટન ખરેખર એક અનાથ હતા જેમને દત્તક લેવામાં આવ્યા હતા. જ્યારે બિલ ત્રણ મહિનાનો હતો, ત્યારે તેના પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ પછી, તેનો ઉછેર તેના દાદા-દાદી દ્વારા થયો હતો અને બાદમાં જ્યારે તેની માતાએ ફરીથી લગ્ન કર્યા ત્યારે તેના સાવકા પિતાએ તેને દત્તક લીધો હતો.

3. નેલ્સન મંડેલા : તેમનો જન્મ દક્ષિણ આફ્રિકાના એક ગામમાં થયો હતો. તેમનું સાચું નામ રોલીહલાહલા મંડેલા હતું. તેઓ જ્યારે નાના હતા ત્યારે ટીબીની બીમારીને લીધે તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે મંડેલા નવ વર્ષના હતા, ત્યારે તેમને થેમ્બુ રાજા જોંગિન્તાબા ડાલિન્ડેબોએ દત્તક લીધા હતા.

4. સ્ટીવ જોબ્સ : Apple અને Inc.ના સંસ્થાપક સ્વર્ગીય સ્ટીવ જોબ્સ પણ અનાથ હતા જેમને દત્તક લેવામાં આવ્યા હતા. તેમને પૉલ અને કલારા જોબ્સએ જન્મ સમયથી જ દત્તક લીધા હતા. તેમના પિતા અબ્દુલફત્તાજ જંદાળી એક સિરિયાઈ મુસલમાન હતા જેમની માતા સાથે સંકૃતિક મતભેદ હતા. તેના લીધે તે તેમના સંબંધ ટકતા નથી. આ પછી પૉલ અને કલારા એ સ્ટીવને દત્તક લીધા હતા.

5. અબ્દુલ નસર : આ એક બહુ પ્રખ્યાત વ્યક્તિ નથી પણ તેમના જીવનના સંઘર્ષ અને સફળતાથી ઘણુંબધું શીખવા જેવુ છે. પોતાના છ ભાઈ બહેનમાંથી તેઓ સૌથી નાના હતા. જ્યારે તેઓ 5 વર્ષના હતા ત્યારે પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. ગરીબીને લીધે તેમની માતા તેમને અનાથ આશ્રમ મૂકી દે છે. થોડા વર્ષ પછી તેમની માતાનું પણ મૃત્યુ થઈ જાય છે.

અબ્દુલ અનાથ હતા તએમ છતાં તેઓ હિમત હરતા નથી અને તેઓ ખૂબ ભણે છે. તેમણે અનાથઆશ્રમથી પોતાનો સંઘર્ષ શરૂ કર્યો હતો. 2006માં તેમણે યુપીએસસીની પરીક્ષા આપી હતી અને પાસ કરીને ડેપ્યુટી કલેકટર બની ગયા હતા. 2017માં તેઓ કોલ્લમ જિલ્લાના કલેકટર બન્યા છે.

Leave a Reply

Your email address will not be published.