અમદાવાદ સાબરમતી નદી પરના રિવરફ્રન્ટની જેમ સુરતમાં પણ બનશે શાનદાર રિવરફ્રન્ટ

આપણે બધા જાણીએ છીએ અમદાવાદમાં સાબરમતી નદી પરનું રિવરફ્રન્ટ ખૂબ જ જોવાલાયક સ્થળ છે અને ઘણા લોકો ત્યાં આનંદ માણવા માટે જાય છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ અમદાવાદની શોભામાં વધારો કરે છે. જેમ હવે સુરતમાં પણ એવું જ તાપી નદી પર એક રિવરફ્રન્ટ તૈયાર થવા જઈ રહ્યું છે. તે માટે તાપી નદીના શુદ્ધિકરણને લઇને સી.આર.પાટીલે મહત્વનું નિવેદન આપ્યું છે.

તાપી નદીના શુદ્ધિકરણ માટે અનેક પગલાંઓ લેવાનું સરકારે નક્કી કર્યું છે. તેમાં જે પણ ટેન્ડર લેશે તેને એક પણ રૂપિયો ચૂકવ્યા વગર તાપી ઉંડી કરવાનું આયોજન છે. ટેન્ડરર પાસે રોયલ્ટીના રૂપિયા ન લઇને 21 કીમી લાંબી તાપી ઉંડી કરાશે. રાજ્ય સરકાર દ્વારા 900 કરોડ રૂપિયાનું ટેન્ડર પાસ કરાવ્યું છે.

સી.આર પાટીલે વધુમાં જણાવ્યું કે, નદીમાં પૂર આવે છે તો પાણી ઉભરાઇ જાય છે એટલી ડેપ્થ તો ઓછી થઇ ગઇ છે, એના માટે પણ રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા એક ટેન્ડર પણ પાસ કરવામાં આવ્યું. જે મોટા-મોટા ટેન્ડરો આવતા હતાં એમને કહ્યું કે, રેતી અમારો બિઝનેસ નથી, પણ તેમની પાસે ખૂબ મોટા મશીનો છે,

એમને કહ્યું કે આ રોયલ્ટી અમે ફાળવવા જઇએ, રોજ અમારે માથાકૂટ કરવી, અમે કામ કરીએ પણ અમને તમે પૈસા ચૂકવતા નથી, માટે અમે રોયલ્ટીના પણ પૈસા નહીં આપીએ અને સરકારે નિર્ણય કર્યો કે રોયલ્ટીના પૈસા નહીં માંગીએ.

સાથે-સાથે ટેન્ડરરને એક પણ રૂપિયો સરકાર કે કોર્પોરેશન ચૂકવશે નહીં. ટેન્ડર વાર લોકો એ રેતી કાઢશે. સાથે-સાથે 23 કિમીની લંબાઇમાં, લગભગ 20 ફૂટ સુધી આ નદીને ઊંડી પણ કરી આપશે અને 10 વર્ષ સુધી તેનું મેન્ટેનન્સ પણ કરશે.’

અમદાવાદ સાબરમતી નદી પરના રિવરફ્રન્ટની જેમ સુરતમાં પણ તાપી નદી પર જોવાલાયક રિવરફ્રન્ટ બનશે. આ પ્રોજેક્ટની વધુમાં વિગતો એવી છે કે, રૂંઢ અને ભાઠા વચ્ચે બેરેજ બની જતાં પાણીથી ભરેલી તાપી નદીના બંને તરફ આવેલા અને સુરત શહેરમાંથી પસાર થતાં ૩૩ કિ.મી.ના પટ એટલે કે 66 રનિંગ કિ.મી. વિસ્તારને આકર્ષક બનાવવા માટે રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટ માટે 3904 કરોડના ખર્ચનો અંદાજો લગાવાયો છે.

Leave a Reply

Your email address will not be published.