આલિયા ભટ્ટને સિંદૂર અને મંગળસૂત્ર વગર જોઈ ભડકયા ફેન્સ, કહ્યું કે લગ્ન થયા પણ છે કે નહીં

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં જ તેના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં હતી. અભિનેત્રીએ લાંબા રિલેશન પછી આ મહિને તેના બોયફ્રેન્ડ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યાં.

લગ્ન બાદ તરત જ હવે આ ન્યુલી મેરિડ પોતપોતાના કામમાં વ્યસ્ત છે. આ ક્રમમાં, અભિનેત્રી બોલીવુડ અભિનેતા રણવીર સિંહ સાથે તેની આગામી ફિલ્મ રોકી અને રાની કી પ્રેમ કહાનીમાં વ્યસ્ત થઈ ગઈ.

અભિનેત્રી વીતેલા દિવસોમાં તેના શૂટિંગ માટે બહાર ગઈ હતી. શૂટિંગ કરીને મુંબઈ પરત ફરેલી આલિયાને હાલમાં જ પાપારાઝીઓએ પોતાના કેમેરામાં કેદ કરી હતી. આ દરમિયાન આલિયાએ જોરદાર પોઝ આપતી વખતે ફોટો ક્લિક કરાવ્યો હતો.

અભિનેત્રીનો આ વીડિયો વિરલ ભાયાણીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અભિનેત્રી આ વીડિયોમાં દેખાતાની સાથે જ નેટીઝન્સ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે એક્ટ્રેસ આ દરમિયાન સિંદૂર અને મંગળસૂત્ર વગર જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

હાલમાં જ લગ્ન બંધનમાં બંધાયેલી નવવિવાહિત એક્ટ્રેસને સુહાગની નિશાની વગર જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. સામે આવેલા ફૂટેજમાં અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર બ્લેક ટી અને જીન્સ પહેરેલી જોવા મળી હતી. પરંતુ આ દરમિયાન અભિનેત્રીએ ન તો મંગળસૂત્ર પહેર્યું હતું કે ન તો સિંદૂર લગાવ્યું હતું.

આવી સ્થિતિમાં નારાજ ચાહકોએ આલિયાની ખૂબ આલોચના કરી હતી. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, તેમન લગ્ન થયા પણ છે કે પછી કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અન્ય યુઝરે લખ્યું, કોઈ કહેશે કે આ નવી દુલ્હન છે.

આટલું જ નહીં, ઘણા લોકોએ અભિનેત્રીને તેના આઉટફિટ માટે ટ્રોલ પણ કરી હતી. આલિયાએ વીડિયોમાં બેબી જીન્સ પહેરી છે. આવી સ્થિતિમાં એક્ટ્રેસના જીન્સને જોઈને ફેન્સ તેને ખૂબ જ ફની કમેન્ટ્સ કરીને ટ્રોલ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, આ શું કપડાં છે, નાની છોકરી છે. તો, અન્ય એક કમેન્ટ લાગે છે કે ઉતાવળમાં રણબીરનું પેન્ટ પહેર્યું છે. નોંધનીય છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમના લાંબા સંબંધો બાદ 14 એપ્રિલે એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.