અલ્પા પટેલના ડાયરામાં વરસ્યો રૂપિયાનો વરસાદ, 500- 500ની નોટો વરસીને ભેગા થઈ ગયા લાખો રૂપિયા.

ગુજરાતમાં એવા ઘણા લોક કલાકારો છે જેમના ફેન્સની સંખ્યા ખૂબ જ વધારે છે, આજે અમે તમને એવા જ એક કલાકાર વિશે જણાવીશું કે જેઓએ ઘણા ડાયરાના કાર્યક્રમ કર્યા છે અને એમાં રમઝટ બોલાવી દીધી છે.

એમના અવાજમાં એવો તે જાદુ છે કે લોકો એમના સુરો પર લાખો રૂપિયા વરસાવી દે છે. આ કલાકાર બીજું કોઈ નહિ પણ અલ્પા બેન પટેલ કે જેઓ ફરી એકવાર ડાયરાની રમઝટના કારણે ચર્ચામાં છે.

હાલમાં રામનવમીની રાત્રે શાપર પાસે વાળધરીમાં ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ ડાયરામાં લોકગાયક અલ્પાબેન પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે અલ્પાબેન પટેલે આ કાર્યક્રમમાં એવા લોકગીતોનો રમઝટ બોલાવી કે લોકોએ ૫૦૦-૫૦૦ ની નોટોનો વરસાદ કરી દીધો હતો.

અલ્પાબેન પટેલ પર વરસતા રૂપિયા પરથી જોત જોતામાં લાખો રૂપિયા ગૌદાન માટે ભેગા થઇ ગયા હતા. આ ડાયરામાં અલ્પા પટેલની સાથે તેમના પતિ ઉદય ગજેરાએ પણ હાજરી આપી હતી.

આમ તો અલ્પા પટેલ પર બધા જ ડાયરામાં નોટોનો વરસાદ થઇ જતો હોય છે. એવામાં હાલમાં તેઓએ તેમના સુરની એવી રમઝટ બોલાવી દીધી કે લોકો તેમની પર ૫૦૦-૫૦૦ ની નોટો વરસાવવા લાગ્યા અને જોત જોતામાં લાખો રૂપિયા પણ ભેગા થઇ ગયા હતા. આ ડાયરાની સાથે સાથે સંત વાણીનું પણ આયોજન કરવામાં આવે છે અને લોકોએ ખુલ્લા મને કલાકારો પર નોટોનો વરસાદ વરસાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.