અલ્પાબેન પટેલે તેમના પતિ સાથે ઉજવ્યો લગ્નબાદ પ્રથમ જન્મદિવસ ; જુઓ તસ્વીર

લોકપ્રિય ગાયક અલ્પાબેન હાલમાં અવારનવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. અલ્પાબેન પટેલ એ તેના ભાઈના જન્મ દિવસ પર તેને કિંમતી બુલેટ ગીફ્ટમાં આપ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં અલ્પા બેન પટેલે પોતાના પતિ ઉદય ગજેરાને જન્મ દિવસની સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે. ચાલો જણાવી દઈએ કે, અલ્પાબેન પટેલ ઉદય ગજેરાને શું ગિફ્ટ આપી.

અલ્પા પટેલના લગ્ન એમના મૂળ વતનમાં નાનામુંજીયાસર માં યોજાયા હતા. મહેંદી લઈને રિસેપ્શન સુધી એમ સતત ત્રણ દિવસ સુધી જલસો ચાલ્યો હતો. જેમાં ગુજરાતની ઘણી બધી નામાંકિત વ્યક્તિઓ એ હાજરી પુરાવી હતી. જે અંગેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ હતી. ત્યાર બાદ હવે તેમના હનીમૂનની તસવીરો પણ સોશિયલ મીડિયા વાયરલ થઇ હતી.

તો તમને જણાવી દઈએ કે લગ્ન બાદ અલ્પા બહેને તેમના પતિ સાથે તેનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે પરિવારના તમામ સભ્યોને હાજરી આપી હતી તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

અલ્પાબેહને તેમના પતિને ગિફ્ટમાં iphone 13 pro આપ્યો છે. ભારતીય બજારમાં આની અંદાજિત વેલ્યુ એક લાખ અને વીસ હજાર રૂપિયા છે. તો તેમના પતિ માટે પણ આ એક યાદગાર ગિફ્ટ બની રહેશે અને હાલ આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published.