અંબાણીથી લઈને સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન પણ પીવે છે આ જ દૂધ.

મહારાષ્ટ્રના પૂણે શહેરમાં એક મોર્ડન અને હાઈટેક ડેરી છે, આ ડેરીનું નામ ‘ભાગ્યલક્ષ્મી’ છે. આ ડેરીનું દૂધ મુંબઈ સિવાય દેશના ઘણા મોટા મોટા માથાના લોકોના ઘરે પણ મોકલવામાં આવે છે. ભાગ્યલક્ષ્મી ડેરીના કસ્ટમરની લિસ્ટમાં ઘણા મોટા સેલિબ્રિટી લોકો શામિલ છે. તેમાં અંબાણી પરિવારથી લઈને સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને ઋત્વિક રોશન જેવા સેલિબ્રિટી સામેલ છે. આ લોકોના ઘરે પણ આ ડેરીથી જ દૂધ જાય છે.

તમને જણાવી દઈએ કે આ ડેરીના દૂધની કિમત લગભગ 152 રૂપિયે લિટર છે. આ ડેરી 35 એકર એરિયામાં ફેલાયેલ છે. અહિયાં 3000 થી વધુ ગાય છે. આ ડેરીમાં દરરોજ 25000 લિટર દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. અહિયાં મોર્ડન અને હાઇજેનિક મિકલક પ્રોડક્શન સિસ્ટમ દ્વારા દૂધ કાઢવામાં આવે છે. અહિયાંથી જે દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે તે ઉચ્ચ ક્વોલિટીનું હોય છે.

આ ડેરીના માલિક દેવેન્દ્ર શાહ છે. પહેલા તેઓ કપડાંનો વેપાર કરતાં હતા. પણ પછી તેમણે પોતાની ડેરી ફાર્મ ખોલી લીધું. શાહએ સૌથી પહેલા 175 ગ્રાહક સાથે ‘પ્રાઈડ ઓફ કાઉ’ લોન્ચ કર્યું હતું. આજની તારીખમાં આ ડેરીના 25000 થી વધુ ગ્રાહકો છે. દેશમાં અલગ અલગ શહેરમાં તેમનું દૂધ જાય છે. અહિયાંથી દેશના ચારે ખૂણામાં દૂધ ડિલીવર કરવામાં આવે છે.

ડેરીમાં સવીઝર્લેન્ડની 3000 થી વધુ ગાય છે. આ બ્રીડ સ્વિટઝરલેન્ડની છે આ પ્રજાતિની ગાય દરરોજ 25-28 લિટર દૂધ આપે છે. આ ગાયની કિમત 90000 જેટલી હોય છે. અહિયાં ગાય મટેની દરેક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે. એટલે સુધી કે ગાય માટે પાથરવામાં આવેલ રબરને દિવસમાં 3 વાર સાફ કરવામાં આવે છે. અહિયાં ગાયને સોયાબીન સિવાય આલ્ફા ઘાસ ખવડાવવામાં આવે છે અને સિઝનનું શાક પણ ખવડાવવામાં આવે છે. આ સિવાય તેમને મકાઇનો ચારો ખવડાવવામાં આવે છે.

આ ડેરી પર ગાયનું દૂધ કાઢવાથી લઈને બૉટલિંગ સુધીનું કામ ઓટોમેટિક થાય છે. અહિયાં આવવાવાળા દરેક વ્યક્તિએ પહેલા પોતાના પગને ડીસીનફેક્ટ કરવાનું જરૂરી છે. દૂધ કાઢતા પહેલા એક ગાયનું વજન અને ટેમ્પરેચર પણ માપવામાં આવે છે. જો એવું લાગે છે કે કોઈ ગાય બીમાર છે તો તેને તરત દવાખાન લઈ જવામાં આવે છે. દૂધ પાઇપથી સાઈલોજમાં અને તે પછી પોસચરાઇઝ થઈને બોટલમાં પેક કરવામાં આવે છે.

દેવેન્દ્ર શાહની દીકરી અને કંપનીની માર્કેટિંગ હેડ અક્ષાલિ શાહ પ્રમાણે પૂણે થી મુંબઈ માટએ દરરોજ દૂધની ડિલિવરી ફ્રીઝવાળી ડિલિવરી વાનથી કરવામાં આવે છે. પૂણેથી મુંબઈ પહોંચતા સાડા ત્રણ કલાક લાગે છે.

Leave a Reply

Your email address will not be published.