અમદાવાદમાં આવેલી સરકારી શાળાઓ દિલ્હીની શાળાઓને પણ ટક્કર મારે છે, સુવિધા જોઈને વિશ્વાસ નહીં થાય

કેટલીક સરકારી સ્માર્ટ સ્કૂલ આજે ખાનગી શાળાઓને પણ ટક્કર આપી શકે તેવી ગુણવત્તા યુક્ત શિક્ષણ સાથે બનાવવામાં આવી છે. શાળાની અંદર રહેલું ઇન્ફાસ્ટ્રકચર એડવાન્સ ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવેલ છે. અમદાવાદમાં આવેલ 11 સ્માર્ટ સ્કૂલ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે જે આગામી ઓગસ્ટ સુધીમાં શહેરમાં તેવી 53 સ્કૂલો બનાવવામાં આવશે.

અમદાવાદમાં આવેલ શીલજ અનુપમ પ્રાથમિક શાળા ખાનગી શાળાને પણ સારી રીતે ટક્કર મારી શકે તેવી બનાવવામાં આવી છે. કોઈ સ્કુલમાં આવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય તેવું આ સ્કૂલમાં બનાવવામાં આવ્યું છે. સ્માર્ટ સ્કૂલ બન્યા બાદ ગ્રામ લોકો પોતાના બાળકોને અહીંયા ભણવા માટે મૂકી રહ્યા છે. તેમજ ગામના જ નહિ પરંતુ આજુબાજુના ગામના લોકો પણ પોતાના બાળકોનો અભ્યાસ માટે એડમિશન કરાવી રહ્યા છે.

સ્માર્ટ સ્કૂલ માં સામાન્ય સ્કૂલ કરતા અનેક વિશેષતા જોવા મળી શકે છે જેમ કે ફાયર સેફ્ટીના સાધનો, સીસીટીવી કેમેરા, લોકર સુવિધા, પ્રોજેક્ટ ગણિત વિજ્ઞાન અને જુદીજુદી આધુનિક લેબ, એજ્યુકેશન ચાર્ટ અભ્યાસ માટે વર્કિંગ મોડેલ ડિજિટલ ક્લાસરૂમ વગેરે.

ત્યાં અભ્યાસ કરતા બાળકો સાથે વાતચીત કરતાં માહિતી મળી છે કે તે લોકો ખાનગી શાળાઓમાં ભણતા હતા પરંતુ આ સ્કૂલ બન્યા બાદ તે ગામમાં અભ્યાસ કરવા આવી ગયા છે અને તેમને વધુ સારું શિક્ષણ મળી રહ્યું છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર 12 સ્માર્ટ શાળાઓ શરૂ કરવાનો ખૂબ મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેમ જ આગામી સમયમાં 34 નવી સ્માર્ટ સ્કૂલ બનાવવાનું આયોજન કરવામાં આવશે.

સ્માર્ટ સ્કૂલ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગરીબ પરિવારમાંથી આવેલ બાળક પોતાનો અભ્યાસ કરી શકે અને પોતાનું આગળ નું જીવન સારી રીતે પસાર કરી શકે જે માટે આ પ્રકારની સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.