અમદાવાદમાં લાઇવ પાણીપૂરીનું મશીન લોન્ચ, 5 જાતની પૂરી અને 5 જાતનાં પાણી, જાતે બનાવો અને મોજથી ખાઓ

બાળકોને અને મહિલાઓને પાણીપુરી ખૂબ જ પસંદ હોય છે. પરંતુ જાણે ગુણવત્તાની વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો ચિંતામાં મુકાઈ જતા હોય છે પરંતુ આજે અમદાવાદમાં લાઈવ મશીન મૂકવામાં આવ્યું છે જે ગુણવત્તાને ખૂબ જ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

આ મશીન શેર ઇટ નામની એક કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. સૌપ્રથમ આ મશીન પૂરી તરશે. અને ગ્રાહકને ત્યારબાદ બટાકા અને રગડા નો મસાલો આપશે. આ મશીનમાં ઓટોમેટીક સેન્સર લગાવેલ હોવાથી એકદમ કોન્ટેક લેસ પાણીપુરી ગ્રાહકને મળશે જેથી ગુણવત્તા અને ક્વોલિટી જળવાઈ રહેશે.

આ મશીન દ્વારા અલગ અલગ જાતની પાંચ પ્રકારની પાણીપુરી ખાવા મળશે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ પાણીપુરીની અલગ અલગ સાઈજ રાખવામાં આવેલ છે અને ફક્ત એટલું જ ને અલગ અલગ ફ્લેવર રાખવામાં આવેલા છે જેથી કરી લોકોને તે પાણીપુરી વધુ પસંદ આવે. પાણીપુરી માં પાણી ઓટોમેટીક ભરાઈ જાય છે અને ગ્રાહકોની આ ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

આ મશીન ના માલિક જયેશ પટેલ છે જેમને 20000000 પાણીપુરી બનાવી દીધી છે. તેમનું કહેવું છે કે જે ગ્રાહકને ઘરે પાર્સલ લઈ જવું હોય તેવી સુવિધા પણ અમે પૂરી પાડીએ છીએ અને કોઈ તેલ માં તર્યા વિના લેવી હોય તો પણ સુવિધા પૂરી પાડી આપીએ છીએ. ફક્ત એટલું જ જયેશ પટેલે કહ્યું કે ૨૦૨૫ સુધીમાં 1300 જેટલી ફ્રેન્ચાઇઝી આપવાનું લક્ષ નક્કી કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.