અમદાવાદના ચાલુ રસ્તા પર ફિલ્મી સ્ટાઈલમાં ચોરી થઈ, મર્સિડીઝ ગાડીવાળો વેપારી લૂંટાયો

તમે ઘણી બધી ચોરીના સમાચાર પેપરમાં અને ન્યૂઝમાં જોયા અને જાણ્યા હશે. આ બધા કિસ્સામાં મોટા ભાગના ચોર એ કાંતો કોઈ હોય નહીં એવા ઘર કે જગ્યાએ ચોરી કરતાં હોય છે. તો ઘણા ચોર એવા પણ હોય છે જે પોતાની ચતુરાઈથી લોકોને છેતરતા હોય છે અને તેમની કીમતી વસ્તુઓ કે પૈસા લઈને ભાગી જતાં હોય છે.

આજે અમે તમને જણાવી રહ્યા છે અમદાવાદમાં બનેલ એક ચોરીનો કિસ્સો. કુંતેશ પરીખ નામના એક વેપારી મિત્ર એ નારાયણપૂરા વિસ્તારમાં રહે છે અને તેમની ઓફિસ આશ્રમરોડ પર છે. તેઓ ઓફિસથી પોતાની મર્સિડીઝ ગાડી લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ ગાડી ચલાવી રહ્યા હતા અને તેમની પાસે એ દરમિયાન એક બેગ હતું જેમાં પૈસા અને લેપટોપ હોય એવું લાગી રહ્યું હતું.

8 વાગ્યાની આસપાસ તેઓ અંકુર ચાર રસ્તા પર આવેલ એક સેન્ડવીચની દુકાન પાસે ઊભા રહે છે. ત્યાં તેઓ પાણીપુરી ખાવા માટે જાય છે. પાણીપુરી ખાઈને પરત આવતા. તેઓ ગાડીમાં બેસવા જતાં હોય છે ત્યારે તેમની ગાડીની પાછળ બાજુ એક વ્યક્તિ ઊભો હોય છે. એ વ્યક્તિ તેમને કહે છે કે તેમના થોડા પૈસા પડી ગયા છે. એ પછી ગાડીમાંથી તેઓ બહાર નીકળે છે અને જુએ છે તો દસ દસની 4 નોટો પડી હતી.

એ પૈસા લઈને તેઓ ગાડીમાં પાછા બેસે છે અને પોતાના રસ્તે આગળ વધે છે. થોડા આગળ જતાં તેઓ એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે રોકાય છે ત્યારે તેમનું ધ્યાન સીટ પર જાય છે જ્યાંથી તેમની મૂકેલી બેગ ગાયબ હોય છે. આ પછી તેઓ ફરીથી પેલી સેન્ડવીચની દુકાને જાય છે અને ત્યાં તેઓ સીસીટીવી કેમેરા ચેક કરે છે. ત્યારે તેમના ધ્યાનમાં આવે છે કે જ્યારે તેઓ નીચે પડેલા પૈસા લેવા બહાર ગયા હતા ત્યારે પેલો વ્યક્તિ તેમની ગાડીનો દરવાજો ખોલીને તેમની બેગ લઈને ચાલ્યો જાય છે.

તમને જણાવી દઈએ કે બેગમાં 35 હજાર રોકડ અને બીજી વસ્તુઓ થઈને 85 હજાર રૂપિયાની ચોરી થઈ હતી. આ પછી તેઓ આ ચોરી સંબંધિત ફરિયાદ કરવા માટે નારાયણપૂરા પોલીસ ચોંકીનો સંપર્ક કરે છે. આ પછી ચોરીની ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.