અમદાવાદના મંજુબાના રસોડે રોજ સ્વાદિષ્ટ ભોજન જમે છે 700 થી વધુ લોકો

ગુજરાતનું અમદાવાદ શહેર આમ તો ઘણી બધી બાબતો માટે પ્રખ્યાત છે. પરંતુ સૌથી વધુ કદાચ એની ખાણીપીણીની જ ચર્ચા થાય છે. અમદાવાદમાં ફાઇસટાર હોટલ થી લઈને street food ની મજા લોકો મોડી રાત સુધી મળતા હોય છે. અમદાવાદની ખાણીપીણીની બજારો રાત આખી ધમધમે છે જ્યાં રોજ લાખો નો વેપાર થાય છે.

જોકે સ્વાદિષ્ટ ભોજન કરવાની ઈચ્છા ગરીબોની પણ થતી હોય છે પરંતુ આ ખર્ચ તેમને પરવડે તેવો હોતો નથી. વળી કેટલાક લોકો અહીં એવા પણ છે જેને બે ટંકનું ભોજન પણ નસીબ થતું નથી. પોશ વિસ્તારોમાં જે જાહોજલાલી જોવા મળે છે તેનાથી વિરુદ્ધ અમદાવાદનો ઝૂંપડપટ્ટીના વિસ્તારોના લોકોને પાણી પીને સુઈ જવું પડે. આવા જ લોકો માટે અમદાવાદમાં ઝુંપડપટ્ટી વિસ્તારોમાં દોડે છે મંજુબાનું રસોડું.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પણ ફૂડ ટ્રકનું ચલણ વધ્યું છે. આવું જ એક food truck અમદાવાદના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફરતો હોય છે જેનું નામ છે મંજુ બા નું રસોડું. આ food truck અન્ય કરતાં ખૂબ અલગ અને ખાસ છે. કારણ કે અહીં ગરીબોને એકદમ ફ્રી માં અને પ્રેમથી આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે અને પેટ ભરીને સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવે છે.

આ food truck ચલાવે છે શહેરના જાણીતા બિઝનેસમેન મયુર કામદાર અને તેમની પત્ની પ્રણાલી કામદાર. તેમણે ચાર વર્ષ પહેલા લોકોને ફુડ પેકેટ આપવાની શરૂઆત કરી હતી. આ શરૂઆત તેમણે પોતાના માતા ની પ્રેરણાથી કરી હતી.

મયુર કામદારના માતાએ તેમને ગરીબોનું પેટ ઠારવાનું સૂત્ર આપ્યું. આ સૂત્રને સાકાર તેઓ છેલ્લા 4 વર્ષથી કરી રહ્યા છે. તેમના food truck પરથી સવાર-સાંજ 700થી વધુ લોકો વિનામૂલ્યે ભોજન કરે છે છેલ્લા છ મહિનામાં લાખો લોકોએ પોતાની ભૂખ અહીં સંતોષી છે.

મયુર કામદાર એન્જિનિયરિંગ કંપની ચલાવે છે. વર્ષ 2008માં તેમના માતાનું અવસાન થયું તેમના માતાનું નામ મંજુ બા હતું. તેઓ જીવ્યા ત્યાં સુધી રોજ પોતાની ગાડીમાં જતા અને રસ્તામાં જે ગરીબ અને જરૂરિયાતમંદ દેખાય તેને ભોજન કરાવતા હતા. પોતાના સંતાનને પણ મંજુ બા કહેતા કે કોઈ ભૂખ્યું ના સુવે તે માટે તે લોકોને જમવાનું આપે છે. જ્યારે માતા મંજુ બાનું અવસાન થયું તો ભૂખ્યા ને ભોજન કરાવવાનું બીડું મયુર કામદાર અને તેના પત્ની પ્રણાલી કામદારે ઝડપી લીધું.

શરૂઆતમાં મયુર કામદાર અને તેમના પત્ની તેના માતાની જેમ જ લોકોને ફુડ પેકેટ આપતા પરંતુ ધીરે ધીરે તેમને food truck શરૂ કરવાનો વિચાર આવ્યો. મયુર કામદાર જે કંપનીના માલિક છે તેમાં 200થી વધુ કર્મચારીઓ કામ કરે છે પરંતુ તેમ છતાં ફૂટ પર મયુર કામદાર ગરીબોને પ્રેમથી જમાડતા જોવા મળે છે. છેલ્લા ચાર વરસથી તેમની આ સેવા અવિરત ચાલુ છે પરંતુ lockdown દરમિયાન તેમણે આ સેવા બંધ કરવી પડી હતી જોકે lockdown છૂટછાટ મળતા ફરીથી તેમણે ભોજન આપવાની શરૂઆત કરી દીધી.

મયુર કામદાર અને પ્રણાલી કામદાર ગરીબોને સ્વાદિષ્ટ અને શુદ્ધ ભોજન કરાવે છે એટલા માટે જ જ્યારે તેઓ ઝુપડપટ્ટીમાં પહોંચે છે ત્યારે લોકોના ટોળા ઉમટી પડે છે. જોકે તેમની જાણ બહાર પણ કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહી જાય તે માટે તેમણે આમંત્રણ પત્રિકા અને લાઉડ સ્પીકરની પણ શરૂઆત કરી.

તે માટે પુસ્તકમાંથી લાઉડ સ્પીકર વડે એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે અને આમંત્રણ પત્રિકા પણ આપવામાં આવે છે. ફ્રી માં ભોજન આપવા છતાં પણ તેઓ આમંત્રણ પત્રિકામાં પ્રેમપૂર્વક લખે છે કે ” કાલે તમે પરિવાર સાથે જમવા આવજો અને તમારા ઘરે જમવાનું ન બનાવતા ”

બીજો દિવસ થાય એટલે food truck જણાવેલી જગ્યા ઉપર પહોંચી જાય. મયુર કામદાર તેમની કંપનીના કર્મચારીઓ અને ગરીબો માટે રોજ જમવાનું બનાવે છે. તેમને ત્યાં રોજ 900થી વધુ લોકો નું જમવાનું બને છે. આ જમવાનું બનાવવા માટે તેમણે વાડજ ખાતે એક બંગલો રાખ્યો છે. એટલું જ નહીં જમવાની ગુણવત્તા અને સ્વાદની ચકાસણી માટે તેમણે ત્રણ ત્રણ વ્યક્તિ પણ રાખ્યા છે. જમવાનું બને છે અને પછી તેનું ચેકિંગ થાય છે ત્યાર પછી લોકોને પીરસાય છે.

મંજુ બાના રસોડાની ખાસ વાત એ છે કે અહીં એવી વસ્તુઓ બને છે જે ગરીબ લોકો જાતે ખરીદીને બનાવી શકતા નથી કે જમી શકતા નથી. મંજુ બાના રસોડામાં રોજ 700થી વધુ લોકો જમે છે પરંતુ ભોજન નો બગાડ પણ થતો નથી અને પડાપડી પણ નથી થતી તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. જમવામાં રોજ ચાર વાનગીઓ હોય છે અને સાથે એક મિષ્ઠાન હોય છે. વાનગીઓ નું લિસ્ટ દંપતી જાતે તૈયાર કરે છે.

મંજુ બા નું રસોડુ ચલાવનાર પ્રણાલી કામદાર જણાવે છે કે તેણે તેના સાસુ નો જ વારસો જાળવીને અત્યંત ખુશી થાય છે જ્યારે લોકોને જમતા જોઈએ છે તો તે આનંદ એવો હોય છે જે શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય.

જ્યારે મયુર કામદારની ઈચ્છા છે કે અત્યારે જે એક તરફ ચાલે છે તેમાં તે વધારો કરશે અને 2023 પહેલા આવી જ રીતે બીજી ટ્રક શરૂ કરી દેવામાં આવશે જેથી વધુને વધુ લોકોને મંજુ બાના રસોડા નો લાભ મળે.

Leave a Reply

Your email address will not be published.