અમદાવાદની સોસાયટી માં કામ કરવા માટે સરકાર આપશે ૮૦ ટકા જેટલી રકમ, ફક્ત આ રીતે લેવી પડશે સરકાર જોડેથી મંજૂરી

અમદાવાદમાં દિવસેને દિવસે વસ્તી ગીચતા ખૂબ જ વધી રહી છે. સરકાર દ્વારા અનેક મદદ અપાતી હોય છે . તેમજ મ્યુનિસિપાલટી દ્વારા ૮૦ ટકા જેટલો ખર્ચ ગ્રાઉન્ડ વોટર ટેબલ રિચાર્જ કરવા માટે સોસાયટીને આપવામાં આવશે. ૨૦ ટકા જેટલો ખર્ચ સોસાયટીને કરવાનું રહેશે. તેમજ સરકાર દ્વારા એક શરત મુકવામાં આવી છે. જેમાં મિલકતવેરો ૫૦ ટકાથી વધુ ભરાયેલો હોવો જોઈએ.

જળસંચય અભિયાન 2022 માટે  પરકોલેટીંગ વેલ  બનાવવા માટે ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તે અંગે ખાસ દરખાસ્ત કરવામાં આવેલી છે. તેમ જ વહેલા તે પહેલા ના ધોરણે અમદાવાદમાં કામ શરૂ કરવામાં આવશે. તેમજ જ્યાં સોસાયટી નહી હોય ત્યાં દરેક સભ્યોની સહી લેવામાં આવશે.

તેમજ આ બનાવવા માટે સોસાયટી જોડે  કાચો નકશો હોવો જોઈએ. જે મ્યુનિસિપાલટી માં રજૂ કરવામાં આવશે તેમજ ૮૦ ટકા જેટલો ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે. અને ૨૦ ટકા જેટલું ફંડ સોસાયટીના ખાતા માં હોવું ફરજીયાત છે. તેમજ આ અંગે લેખિતમાં આપવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published.