અમદાવાદની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે આ પુલ, જલ્દી જ સામાન્ય જનતા માટે ખુલશે

સુંદર અમદાવાદ શહેરની સુંદરતામાં વધારો કરવા શહેરમાં વધુ એક જગ્યાનો ઉમેરો થવા જઈ રહ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફૂટ બ્રિજ ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.શાસક પક્ષે બ્રિજની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. બ્રિજનું કામ 31 મે સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલો આ આઇકોનિક ફૂટ બ્રિજ, અટલ ફૂટ ઓવર બ્રિજ, કદાચ દેશનો પ્રથમ હશે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગોને જોડતા અટલ ફૂટ ઓવર બ્રિજનું વડાપ્રધાન નજીકના ભવિષ્યમાં ઉદ્ઘાટન કરશે. આ ફૂટ ઓવરબ્રિજ પતંગની સાથે સાથે ઉત્તરાયણના તહેવારથી પ્રેરિત છે. આ ગ્લાસ ફૂટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સાબરમતી નદી પર એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે રૂ. 74.29 કરોડના ખર્ચે ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડશે.

આ અટલ ફૂટ ઓવરબ્રિજની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, આ બ્રિજને લોઅર અને અપર પ્રોમિનાડ્સથી આવ જા કરી શકાય છે. આ 300 મીટર લંબાઇના પુલમાં ફૂટ કિઓસ્ક (02 નંગ), સીટિંગ કમ પ્લાન્ટર (14 નંગ), પારદર્શક કાચનું માળખું (4 નંગ 24 ચોરસ મીટર) છે.

તેની વચ્ચેનું અંતરાલ 100 મીટર છે. આ પુલની પહોળાઈ બ્રિજના છેડે 10 મીટર અને બ્રિજની મધ્યમાં 12 મીટર છે. આઇકોનિક સ્ટીલ બ્રિજનું વજન 2600 મેટ્રિક ટન છે. છત આયર્ન પાઇપ સ્ટ્રક્ચર અને રંગીન ફેબ્રિક ટેન્સાઇલ સ્ટ્રક્ચરથી બનેલી છે.

વચ્ચે લાકડાના ફર્શ, ગ્રેનાઈટ ફર્શ, પ્લાન્ટર સ્ટેનલેસ સ્ટીલ અને કાચની રેલિંગ છે. મધ્યમાં ફૂડ કિઓસ્ક, બેઠક અને વૃક્ષારોપણની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજમાં LED લાઇટિંગ છે જે ડાયનેમિક કલર બદલવા માટે પરવાનગી આપે છે. આ આઇકોનિક બ્રિજ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટ્સ બની રહેશે.

આ બ્રિજ એન્જિનિયરિંગની અજાયબી તરીકે ઓળખાશે. આ પુલ વેસ્ટ કોસ્ટ ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ ગ્રાઉન્ડને પ્લાઝા સાથે ઈસ્ટ કોસ્ટ એક્ઝિબિશન, કલ્ચરલ, આર્ટસ સેન્ટર સાથે જોડશે. બ્રિજના નિર્માણથી અમદાવાદના લોકો સાબરમતી નદી અને સાબરમતી રિવરફ્રન્ટનો આનંદ કોઈપણ ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે.

Leave a Reply

Your email address will not be published.