અમદાવાદનું આ હનુમાન મંદિર તમે જોયું કે નહીં, ત્રણ સ્વરૂપે હનુમાન દાદા આપે છે દર્શન

આખા દેશમાં ઘણા બધા હનુમાનજીના મંદિરો આવેલ છે. અને દરેકે દરેક મંદિરમાં ભક્તો પોતાની આસ્થા મુજબ દાદાના દર્શક કરવા જાય છે અને દાદા કોઈને નિરાશ કરતા નથી. આજે અમે તમને આવા જ એક હનુમાનજીના મંદિર વિશે જણાવીશું જેના ચમત્કારના પરચાઓ ઘણા છે. હનુમાન દાદાનું આ મંદિર આખા ગુજરાતમાં જાણીતું છે.

તમને જણાવી દઈએ કે હનુમાન દાદાના આ મંદિરને બાલા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિર અમદાવાદના ગાંધી રોડ પર આવેલું છે. આ મંદિરમાં હનુમાન દાદા તેમના દિવ્ય સ્વરૂપમાં બિરાજમાન થયા છે. આ મંદિરમાં હનુમાન દાદા ત્રણ અલગ અલગ સ્વરૂપના દર્શન એક જ સમયે આપે છે.

લોકો દૂર દૂરથી બાલા હનુમાન મંદિરમાં હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે. લોકો અહીં આવી માનતાઓ રાખે છે અને એમની દરેક મનોકામના પુરી થાય છે. અને એટલે જ ભક્તોની શ્રદ્ધા આ મંદિર પ્રત્યે દિવસે ને દિવસે વધતી જાય છે.

અહીંયા હનુમાન દાદાનું ખુબજ નાનું પણ ઘણું જ ચમત્કારીક મંદિર છે. કહેવાય છે કે આ મંદિરમાં દાદા સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે. અહીંના મંદિરની ખાસ વાત એ છે કે અહીં બાલા હનુમાન દાદાની મૂર્તિમાં તેમની માતા અંજના અને પુત્ર મકરધ્વજના પણ દર્શન થાય છે. વિદેશમાંથી પણ ભકતો દાદાના દર્શન માટે આવે છે.

તમને જણાવી દઈએ કે શનિવારના દિવસે આ મંદિરમાં ભક્તોમી ખુબ જ મોટી ભીડ જોવા મળે છે. ભક્તો અહીં દાદાના દર્શન કરીને પોતાને ધન્ય અનુભવે છે. અહીં લોકો નોકરી, ધંધો, લગ્ન અને સંતાન પ્રાપ્તિ માટેની અલગ અલગ માનતાઓ માને છે અને તેમની દરેક ઈચ્છાઓ પણ પુરી થયા છે.

Leave a Reply

Your email address will not be published.