અમદાવાદનું એક એવું રેસ્ટોરન્ટ જ્યાં તમે ગમે તેટલું ખાઓ છતાં પણ નહિ ભરવું પડે કોઇપણ જાતનું બીલ

મિત્રો , આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગુજરાતી લોકો બે વસ્તુ ના ખૂબ જ શોખીન છે એક તો બહાર હરવા-ફરવા ના અને બીજુ નવી-નવી વાનગીઓ ટેસ્ટ કરવા ના. દરેક વ્યક્તિ પોતાની ફેમીલી ને વિકેન્ડ પર બહાર મોંઘા રેસ્ટોરા મા જમવા લઈ જાય છે. પરંતુ , શુ તમે કોઈ એવુ રેસ્ટોરા નિહાળ્યુ છે જ્યા ના મેનુ મા દરેક વાનગી નુ મૂલ્ય શૂન્ય લખેલૂ હોય ? અને નીચે એવુ લખાયેલુ હોય કે તમારા જમવાના નાણા તમારી પૂર્વે આવેલા વ્યક્તિ દ્વારા ભરપાઈ કરી દેવા મા આવ્યા છે.

આ સાંભળી ને નવાઈ લાગી ને ? પરંતુ , આવી રેસ્ટોરા વાસ્ત્વ મા છે અને તે પણ આપણા ગુજરાત ના અમદાવાદ શહેર મા. આ રેસ્ટોરા નુ સંચાલન સ્વયંસેવકો દ્વારા કરવા મા આવે છે તથા અહી રેસ્ટોરા સામાન્ય માણસો દ્વારા ભોજન તૈયાર કરવા મા આવે છે તથા પીરસવા મા આવે છે. આ રેસ્ટોરા મા અત્યંત આદર-સત્કાર દ્વારા તથા અતિથિ ભાવ રાખી ને ભોજન જમાડવા મા આવે છે. આ રેસ્ટોરા પે‌-ઈટ ફોરવર્ડ ની લાગણી થી ચાલે છે. આ રેસ્ટોરા નુ નામ છે સેવા કાફે છે.

અહી તમે જે ભોજન કરો છો તેનુ મૂલ્ય તમારી પૂર્વે જે જમી ને ગયો તેણે ચૂકવેલુ હશે અને તમે ભોજન કર્યા બાદ જે પણ તમારી ઈચ્છા મુજબ ચૂકવશો તે તમારા પછી જે વ્યક્તિ જમવા આવશે તેના માટે નુ હશે. આમ , અનોખી સાંકળ ના કોન્સેપ્ટ થી આ રેસ્ટોરા અમદાવાદ મા કાર્યરત છે. હાલ , સમગ્ર વિશ્વ વ્યવસાય કરી ને વધુ મા વધુ નાણા કમાવવા ની દોડ ચલાવી રહી છે. ત્યારે માનવ સદન , ગ્રામ શ્રી તથા સ્વચ્છ સેવા જેવી એન.જી.ઓ સંસ્થા દ્વારા આ રેસ્ટોરા ચલાવવા મા આવી રહ્યુ છે.

તેમ છતા પણ અહી ના આહાર ની ગુણવતા મા કોઈપણ જાત ની બાંધછોડ કરવા મા આવતી નથી. આ સેવા કાફે ગિફ્ટ ઈકોનોમી ના મોડેલ પર કાર્યરત છે. ગિફ્ટ ઈકોનોમી નો અર્થ એવો થાય છે કે કસ્ટમર ભોજન ગ્રહણ કર્યા બાદ પોતાની ઈચ્છા મુજબ નાણા ચૂકવે છે. અહી ભોજન જમવા માટે ના કોઈ પણ નાણા ચૂકવવા ના હોતા નથી પરંતુ , ભોજન કર્યા બાદ જે તમારી ઈચ્છા હોય તે મુજબ ના નાણા ચૂકવી શકો છો.

અમદાવાદ મા સ્થિત આ “ સેવા કાફે ” ૧૧-૧૨ વર્ષ થી નિરંતર કાર્યરત છે. આ રેસ્ટોરા મા જમ્યા બાદ નાણા ચૂકવવા તે કસ્ટમર પર ડિપેન્ડ કરે છે. આ સેવા કાફે ગુરુવાર તથા રવિવારે સાંજ ના ૭ વાગ્યા થી લઈ ને રાત્રિ ના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લુ રહે છે. આ ૩ ક્લાક ના સમયગાળા મા તેમનો લક્ષ્ય ઓછા મા ઓછા ૫૦ લોકો ને જમાડવા નો હોય છે.

આ રેસ્ટોરા ના એક સહકર્મચારી સાથે વાતો કરતા જાણવા મળ્યુ કે અહી ભોજન કરવા આવનાર વ્યક્તિ ને એક ગ્રાહક તરીકે નહી પરંતુ , ઘર ના સભ્ય ની નજરે જોવા મા આવે છે અને ઘર ના સદસ્ય ની જેમ જે તેમનુ આતિથ્ય સત્કાર કરવા મા આવે છે. આ રેસ્ટોરા દ્વારા થતી ઈન્કમ એકદમ પારદર્શક છે તથા આ રેસ્ટોરા ની બધી જ આવક સામાજિક કાર્યો મા ઉપયોગ મા લેવાય છે.

 

Leave a Reply

Your email address will not be published.