અમદાવાદી યુવતીનો પતિ નોકરી જતા ફેસબુક પર યુવક સાથે મિત્રતા કરી મુલાકાત માટે મંદિર પાસે મળ્યા અનેં ઘરે એક રૂમમાં જઈ…

અમદાવાદમાં એક પરણિત મહિલાને ફેસબુકમાં મિત્રતા કરવી ખૂબ જ ભારે પડી હતી. અમદાવાદમાં રહેતાં યુવકે યુવતી જોડે શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીને બદનામ કરવાની ખૂબ જ મોટી ધમકી આપી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં ગયો છે.

લોકો દિવસેને દિવસે ફેસબુક પર ખૂબ જ મિત્રતા અને પ્રેમ બાંધીને પોતાનું કામ કઢાવી લેતા હોય છે. ફરિયાદીની ફરિયાદ મુજબ બંનેની મિત્રતા ફેસબુક ઉપર થઈ હતી. મહિલાનો પતિ જ્યારે નોકરી ઉપર જતો ત્યારે તે વ્યક્તિ મહિલાના ઘરે આવતો હતો. જ્યારે મહિલા વાત ન કરી શકે તેમ હોય તે સમયે તે યુવક તેને મળવા માટે નીચે આવી જતો હતો.

મળતી માહિતી મુજબ 2019માં યુવતીને યુવક જોડે ફેસબુકમાં મિત્રતા બંધાઈ હતી. ત્યારબાદ એકબીજાનો નંબર તમને ફેસબુક માધ્યમથી મોકલ્યો હતો. અને તે whatsapp અને ટેલિગ્રામ થી એકબીજા જોડે વાતો કરતા હતા. સૌ પ્રથમ બંને લોકો અમદાવાદના ગુરુકુળ સ્વામીનારાયણ મંદિર જોડે મળ્યા હતા. ત્યારબાદ તેમની વાતચીત વધવા લાગી હતી.

આ યુવકે મહિલાને ખાતરી આપી હતી કે થોડા સમય બાદ બન્નેએ લગ્ન કરી લેશું. જે થી મહિલા તેની પૂરી વાતોમાં ભોળવાઈ ગઈ હતી. અને તેને ખૂબ જ વિશ્વાસ રાખી તેને દરેક વાત માનવા લાગી હતી.

યુવતીના પતિને નોકરી રાતના સમયે હોવાના કારણે તે મોટાભાગે ઘરે આવી જતો હતો. અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો. મહિલા પોતાના કામમાં વ્યસ્ત હોય અને વાત ન કરી શકે ત્યારે તે સમયે તેના ઘરે આવીને તેને ડોરબેલ વગાડી ને હેરાન કરતો હતો.

આ યુવક ખૂબ જ દબાણ કરતો હતો. તેમજ તે મહિલાને બ્લેકમેલ કરવા લાગ્યો હતો અને તેના પતિને સમગ્ર ઘટનાની જાણ કરવાની અનેક વાર ધમકી આપતા મહિલા તેનાથી કંટાળીને પોલીસ ફરિયાદ કરી દીધી હતી. ત્યાર બાદ આરોપીની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.