અમદાવાદમાં 25 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાયો, વાતાવરણમાં બદલાવ થતાં ગરમી ઘટી અને વરસાદની આગાહી પણ છે

ગુજરાતમાં પશ્ચિમ દિશાથી પવન જોવા મળી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં બદલાવ થઈ રહ્યો છે. હવે આગામી કેટલાક દિવસોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મુખ્યત્વે ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી શકે તેવો હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે.

અચાનક જ અમદાવાદના મંગળવારના સાંજે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. અને બુધવારના દિવસે ગરમીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ ગરમી ૪૧ ડિગ્રી તો સૌથી ઓછું 29 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

વાતાવરણમાં બદલાવ થવાની સાથે ગુજરાતના અનેક શહેરોમાં ગરમી ખૂબ જ ઓછી થઈ ગઈ છે. જેથી લોકોને રાહતનો શ્વાસ મળી રહ્યા છે અને સૌથી વધુમાં વધુ તાપમાન ૪૦ ડિગ્રી સુધી નોંધવામાં આવ્યું છે. હવે આગામી કેટલાક દિવસોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની આગાહી નોંધવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.