અમદાવાદમાં અસામાજિક તત્વો ગાર્ડનમાં કરી રહ્યા હતા કાયદાનો ભંગ, યુવતીએ વિડીયો ઉતારીને કર્યો વાયરલ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ અને ડ્રગ્સ ના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે અત્યારે લોકો ખુલ્લામાં પણ નશો કરતા નજર આવી રહ્યા છે. અમદાવાદના મણીનગરમાં આવેલા પબ્લિક ગાર્ડનમાં કેટલાક લોકો ખુલ્લામાં હુક્કા ની મેહફીલ કરી રહ્યા હતા.

આ ગાર્ડનમાં કેટલાક નાના બાળકો તેમજ મહિલાઓ હંમેશા અવરજવર કરતા હોય છે અને અસામાજિક તત્વોનો હંમેશા તેમને સામનો કરવો પડતો હોય છે અને સમગ્ર ઘટના હવે સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહી છે.

એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરવામાં આવી રહ્યો છે જેના કારણે હવે પોલીસ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ગુનેગારો બેફામ બનીને કાયદાનો ભંગ કરી રહ્યા સામાન્ય વર્ગના પરિવારના લોકો અમદાવાદમાં શાંતિથી રહેવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે.

તેમજ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં થોડા સમય પહેલા ખુલ્લેઆમ દારૂ વેચાય રહ્યો હતો તેવો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો. અમદાવાદમાં મણિનગરમાં આવેલ ગાર્ડનમાં અસામાજિક તત્ત્વો બેફામ રીતે હુક્કા પાર્ટી માની રહ્યા તે સમયે ગાર્ડનમાં મહિલાઓ સહિત બાળકો પણ હાજર હતા અને તેમને પણ અહીંયા અવરજવર કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે અને આ લોકોને કોઈ પણ કાયદાનો કે પોલીસનો ડર રહેતો નથી.

તે સમયે સ્થાનિક મહિલા દ્વારા વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરી દેવામાં આવ્યો છે અને આવાં ચાર-પાંચ છોકરાઓ હુક્કો હાથમાં લઈને ગાર્ડનમાં આવી રહ્યા હતા તેઓ નજર આવી રહ્યુ છે.

ગોપનીયતા ના કારણે આ મહિલાનું નામ બહાર પાડવામાં આવ્યું નથી પરંતુ આ મહિલાનો પોલીસ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું છે કે આ લોકો નિયમિત રીતે અહીંયા આવીને કાયદાનો ભંગ કરે છે.

Leave a Reply

Your email address will not be published.