અમદાવાદમાં એક યુવકે વેબસાઈટ બનાવીને શરૂ કર્યો ડ્રગ્સનો ધંધો, પરંતુ…

અમદાવાદમાં ખોટી વેબસાઈટ બનાવી અને તેમાં એમેઝોનના પેકિંગ ની આડ માં ડ્રગ્સની હેરાફેરી કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. વસ્ત્રાપુર તળાવ પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં અચાનક જ પોલીસની ટીમે દરોડા પાડી ને એમ્ફેટામાઈન, ઓપિઓઈડ ડેરીવેટીગ્ઝ, ગાંજો અને ચરસ મળીને કુલ 3.637 કિલો ડ્રગ્સ જેની કિંમત 8.25 લાખ સાથે 2 આરોપી સોહિલ ઉર્ફે સાહિલ જુબેરભાઈ શીરમાન અને બસીત સમા ને ઝડપી લીધા હતા.


પોલીસ દ્વારા બંનેને ખૂબ જ પૂછતા જ કરવામાં આવી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે રાજુલામાં આકાશ વિંઝલા અને કારણ વાઘ આ કૌભાંડ ચલાવતા હોય તેવું સામે આવ્યું હતું જેના આધારે પોલીસ દ્વારા બંને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઓછા સમયમાં વધુ પૈસા કમાવા માટે છેલ્લા દોઢ વર્ષથી આ ધંધો કરી રહ્યા છે.

આ લોકો સૌ પ્રથમ આકાશ અને નાના વાઘ મુંબઈમાંથી ચરસ અને ગાંજા મધ્યપ્રદેશ મંગાવતા હતા ત્યારબાદ વસ્તાપુર ફ્લેટમાં એમેઝોનનું પેકિંગ બનાવીને લોકોને સપ્લાય કરી આપતા હતા.

આ લોકો સૌ પ્રથમ મુંબઈ થી મધ્યપ્રદેશ ત્યારબાદ હિમાચલ પ્રદેશ થી ગુજરાતમાં આવતા હતા પોલીસ દ્વારા તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને કોના જોડે થી સપ્લાય કરતા હતા તે વિશે પોલીસ વધુ હાથ ધરી રહી છે.

આકાશ અને નાના વાઘે જગ સપ્લાય કરવા માટે એક વેબસાઇટ બનાવી હતી જેમાં પોતાનું અંગત ધંધો દર્શાવીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આ ધંધો દોઢ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ લોકો રાજકોટ થી પોતાનો ધંધો ચલાવતા હતા પરંતુ ત્યારબાદ તે અમદાવાદમાં ભાડાના મકાનમાં રહેવા આવી ગયા હતા અને છેલ્લાં બે મહિનાથી એક જ મહિનાથી ડ્રગ વેચવાનો કારોબાર અમદાવાદના એક ભાડાના મકાન માંથી ચલાવતા હતા.

બંનેની ઉંમર ફક્ત ૨૯ વર્ષ છે અને આજે તે દરેક સપ્લાયમાં પકડાઈ ગયા છે. તે લોકો નશા કરતા વ્યક્તિઓને સપ્લાય કરી આપતા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા તેમને જાણવા મળ્યું કે તે ખાનગી બસોમાં પોતાનું પાર્સલ મૂકીને સપ્લાય કરતા હતા. પરંતુ જલારામ ટ્રાવેલ્સ માં નું પાર્સલ મુકતા સમગ્ર જાણ પોલીસને કરવામાં આવી હતી. જે તાત્કાલિક ધોરણે પોલીસે તપાસ હાથ ધરી દરેક લોકોને પકડી પાડયા હતા.

Leave a Reply

Your email address will not be published.