અમેરિકાની ધમકીઓથી ભારત ડરશે નહીં, મોદી સરકાર રશિયા સાથે સંબંધો મજબૂત કરશે…

ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે અમેરિકાની ધમકીથી ડરવાનું નથી. આવતા અઠવાડિયે અમેરિકા અને ભારત વચ્ચે ટુ-પ્લસ-ટુ સંવાદ થવા જઈ રહ્યો છે. આમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે. આ પહેલા ભારતે રશિયા સાથેના પોતાના સંબંધોને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા છે. તેણે કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિઓમાં જ્યારે રશિયા વૈશ્વિક પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માંગે છે.

યુએસ પ્રમુખ જો બિડેનના ટોચના આર્થિક સલાહકારે રશિયા સાથે ભારતના વધતા સંબંધો પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે યુક્રેન સંકટ પર ભારતના વલણે યુએસને “નિરાશ” કર્યું છે. અમેરિકી સરકારની નેશનલ ઈકોનોમિક કાઉન્સિલના ડાયરેક્ટર બ્રાયન ડીસે એક ઈવેન્ટમાં કહ્યું, “યુક્રેન પર હુમલા સાથે જોડાયેલા ઘણા મુદ્દા છે જ્યાં અમે ચીન અને ભારતના નિર્ણયોથી નિરાશ છીએ.”

ભારતે રશિયા સાથેના સંબંધો તોડવા માટે કોઈપણ આંતરરાષ્ટ્રીય દબાણનો પણ ઈન્કાર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો પેમેન્ટની સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે દ્વિપક્ષીય વેપારને સરળ બનાવશે. એ વાત સાચી છે કે અમેરિકા નથી ઈચ્છતું કે ભારત રશિયા પાસેથી તેલની આયાત વધે, પરંતુ ભારતનું કહેવું છે કે ભારતની ઉર્જા જરૂરિયાતોને લઈને કોઈ રાજનીતિ ન થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.