અમિતાભ બચ્ચનના આ ત્રણ શબ્દોના કારણે ખતમ થઈ ગઈ મુકેશ ખન્નાની કારકિર્દી

બોલિવૂડની ચમક દમક એવી હોય છે જે કોઈને રાતોરાત સુપરસ્ટાર બનાવી શકે છે તો કોઈ સફળતા મળ્યા પછી પણ ગુમનામીમાં ધકેલાઇ જાય છે. આવું જ કંઇક જોવા મળ્યું હતું મુકેશ ખન્ના અને અમિતાભ બચ્ચનને લઈને. મુકેશ ખન્ના શક્તિમાનના કારણે પ્રખ્યાત થયા હતા. તેની એક્ટિંગ ના કારણે લોકો તેના ચાહક બની ગયા હતા. પરંતુ એવી કેટલીક ઘટનાઓ બની જેના કારણે મુકેશ ખન્નાની ફિલ્મો ચાલતી બંધ થઈ ગઈ હતી.

શક્તિમાન તરીકે કામ કરવા ઉપરાંત મુકેશ ખન્નાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે પોતાની ફિલ્મોના કારણે પણ લોકપ્રિય થવા લાગ્યો હતો. તેને એક પછી એક ઘણી ફિલ્મોની ઓફર મળી હતી. ફિલ્મો સિવાય તેને જાહેરાત માટે પણ ઓફર મળવા લાગી હતી. પરંતુ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને કહેલા ત્રણ શબ્દોના કારણે મુકેશ ખન્નાની કારકિર્દી ખતમ થઈ ગઈ.

મુકેશ ખન્નાએ એક મુલાકાત દરમ્યાન પોતે જણાવ્યું હતું કે, કારકિર્દીની શરૂઆતમાં જ્યારે તે અમિતાભ બચ્ચનને મળ્યો ત્યારે દસ-પંદર ફિલ્મો કરી હતી અને એક બે વિજ્ઞાપન કર્યા હતા. તેમાંથી એક વિજ્ઞાપન એવું હતું કે જેમાં તે દાદરા ઉતરે છે અને આસપાસ ઘણી યુવતીઓ આવી જાય છે. આ જાહેરાતમાં તે સૂટ પહેરેલો જોવા મળ્યો હતો.

એક ફિલ્મ દરમ્યાન આ એડ આવી ત્યારે અમિતાભ બચ્ચન પણ દર્શકોમાં હતા અને મુકેશ ખન્ના ને જોઈને અમિતાભ બચ્ચન બોલ્યા, ” સાલો કોપી કરે છે… ” આ વાત મુકેશ ખન્નાને કોઈ વ્યક્તિ એ જણાવી અને તે સાંભળીને મુકેશ ખન્ના આશ્ચર્યચકિત થઈ ગયા.

આ ઘટના પછી દરેક જગ્યાએ એવું લખાવા લાગ્યું કે મુકેશ ખન્ના અભિનયમાં અમિતાભ બચ્ચનને કોપી કરે છે. આ ઘટના પછી જ મુકેશ ખન્નાની કારકિર્દી માં ઓટ આવવા લાગી. તેની ચાર ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ અને તેનું કરિયર સમાપ્ત થવા લાગ્યું.

Leave a Reply

Your email address will not be published.