અમિતાભ બચ્ચન ની સ્ટાઈલમાં બાઈક ચલાવી કરતા હતા સ્ટંટ, પોલીસે પકડી ને આપી જોરદાર સજા

ગાઝિયાબાદમાં બુલેટ બાબા તરીકે એક યુવક સ્ટંટ કરતા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. પરંતુ સ્ટંટ દરમિયાન આ વ્યક્તિને ભારે રકમ ચૂકવવી પડે છે. આ વીડિયો ગાઝિયાબાદમાં શૂટ કરવામાં આવેલો છે. ફક્ત છોકરાઓને નહિ પરંતુ ઉંમર લાયક વ્યક્તિઓને પણ રીલ્સ બનાવવાનું ચસકો લાગ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ઉંમરલાયક વ્યક્તિ ખતરનાક રીતે બાઈક ઉપર સ્ટંટ કરી રહ્યો છે. જો બાઈકનું થોડું બેલેન્સ બગડે તો આ વ્યક્તિ નો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

બાઈક ઉપર સ્ટંટ કરવો પડ્યો ભારે

ગાજીયાબાદ શહેરમાં એક વ્યક્તિ બાઈક ઉપર ખતરનાક સ્ટંટ કરી રહ્યો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં પોલીસે તેના ઉપર ચાલન લગાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ વાઇરલ થવા ઇચ્છતો હતો તે માટે આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા ૨૬ હજાર પાંચસો રૂપિયાનું ચાલાન લગાવવામાં આવ્યું છે.

 

વિડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા તેમને સ્ટંટ મેન નું નામ આપવામાં આવી રહ્યું છે. પરંતુ પોલીસ દ્વારા તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ વિડીયો ગાઝિયાબાદ ના વિજયનગર વિસ્તારનું છે પોલીસ કર્મચારીઓ વાયરલ વીડિયોના આધારે ઓનલાઇન મેમો આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.