આંધ્રપ્રદેશમાં 8 મહિનામાં 80 લોકોએ સગીરા પર સામૂહિક બળાત્કાર કર્યો

આંધ્રપ્રદેશઆ ગુંટૂર જિલ્લાથી માનવતાને શર્મસાર કરવાવાળી એક ઘટના સામે આવી છે. અહિયાં એક સગીર બાળકી પર 8 મહિનામાં 80 લોકોએ રેપ કર્યો એટલે કે એક નાનકડી બાળકી પર 8 મહિનામાં 80 વાર બળાત્કાર થયો. રમકડાં રમવાની ઉમરમાં આ બાળકીને દેહવેપારના ધંધામાં ફેંકી દેવામાં આવી. પણ જ્યારે આ વિષે પોલીસને બાતમી મળી તો તેમણે મંગળવારે પીડિતાને બચાવી લીધી. આ બાબતે 10 આરોપીઓને પણ પોલીસે ગિરફતાર કર્યા છે.

રિપોર્ટ પ્રમાણે ગિરફતાર કરવામાં આવેલ આરોપીઓમાં એક બીટેકનો વિદ્યાર્થી પણ છે. બાકી હજી બીજા લોકોની શોધખોળ ચાલુ જ છે. આ બાબતમાં પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી, એ પછી તેમણે એક્શન લીધી હતી. બાબતમાં મુખ્ય આરોપી સવર્ણા કુમારી છે.

આ બાબત ગયા વર્ષ જૂન 2021નો છે. સગીર પીડિતાની માતા કોરોના સંક્રમિત થઈ ગઈ હતી. એક દવાખાનામાં સારવાર દરમિયાન તેની માતાની મુલાકાત સ્વણા કુમારી નામની મહિલા સાથે થાય છે. વાતચીત પછી ધીરે ધીરે બંનેમાં મિત્રતા વધી જાય છે. પછી કોરોનાને લીધે પીડિતાની માતાનું મૃત્યુ થઈ જાય છે. સગીરની માતાના મૃત્યુ પછી સ્વર્ણ કુમારીએ એ બાળકીને દત્તક લઈ લીધી અને તેના પિતાને આ વિષે કોઈપણ જાણ કર્યા વગર તેને લઈને ચાલી જાય છે.

પછી ઓગસ્ટ 2021માં પીડિતાના પિતા પોલીસ પાસે આવે છે અને દીકરી ગાયબ થઈ ગયાની ફરિયાદ નોંધાવે છે. ફરિયાદ મળવા પર પોલીસ હરકતમાં આવી જાય છે અને પીડિતાની શોધખોળ શરૂ કરે છે અને સ્વર્ણ કુમારી સુધી પહોંચે છે. તેને પૂછપરછ કરતાં એક મોટા વેશ્યાવૃતિના રેકેટનો ખુલાસો થાય છે. તેને ઘણી વખત અલગ અલગ જગ્યાએ બાળકીને વેચી. અત્યારસુધી તેમાં 80 લોકોની ઓળખાણ કરવામાં આવી છે. 10 લોકોને ગિરફતાર કર્યા છે અને બાકી લોકોની શોધખોળ શરૂ જ છે.

એડિશનલ એસપી કે સુપ્રજાના જણાવ્યા અનુસાર, છેલ્લા 8 મહિનામાં સગીરને આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિવિધ વેશ્યાલયોમાં વેશ્યાવૃત્તિ માટે મોકલવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી એક કાર, 53 મોબાઈલ, ત્રણ ઓટો અને એક બાઈક જપ્ત કરી છે. આરોપીઓની વિજયવાડા, હૈદરાબાદ, કાકીનાડા અને નેલ્લોરથી ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.