અંકલેશ્વરમાં કુકર માં સોનાના દાગીના સાફ કરવાની ટ્રિક આપીને 5 તોલા સોનું ચોરી ગયા…

અંકલેશ્વર માં આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટ માં એક મહિલાના ઘરે બે ઠગ આવીને મહિલા સાથે છેતરપિંડી કરી હતી. મહિલાની ઓછા પૈસામાં સોનુ ચમકાવવાની આપવાની લાલચ આપી હતી. ત્યાર બાદ મહિલાએ પોતાના બે સોનાના અને પાટલા મંગળસૂત્ર આપ્યા હતા. ત્યારબાદ આ બન્ને ચોરોએ તેના ઉપર કેમિકલ લગાવી ત્યારબાદ મહિલા મેં કહ્યું કે કૂકરમાં પાણી ગરમ કરી તેમાં હળદર નાખો અને બે સીટી વાગે ત્યાં સુધી વેટ કરો.

ત્યારબાદ આ બંને ચોરોએ મહિલા ને કહ્યું કે અમે આવીએ છીએ પાંચ મિનિટમાં તમે અહીંયા ઉભા રહો તેમ કહીને તે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ મહિલાને જતા કુકર માં જોયું તો તેના કોઈપણ દાગીના હતા નહીં.

મહિલા સાથે વાતચીત કરતાં માહિતી મળી છે કે એક ચોર બહાર જ ઉભો હતો અને એક ચોર ઘરમાં આવ્યો હતો અને તે કહેવા લાગ્યો કે હું થોડીવારમાં આવું છું ત્યાં સુધી તમે પાણી ગરમ થવા દો. થોડા સમય સુધી આ બંને વ્યક્તિ આવ્યા નહીં એટલે જ તમે કુકર ખોલીને જોયું તો અંદર કોઈપણ દાગીના હતા નહિ. મહિલા કહે છે કે મારી જોડે ફક્ત પાંચ તોલા સોનું હતું એ પણ આ ચોરો લઈ ગયા.

પૂર્ણિમાબેન નું કહેવું છે કે તે છેલ્લા 33 વર્ષથી ગળામાં મંગળસૂત્ર પહેરતા હતા અને તે કોઈ દિવસ પણ કાઢતા ન હતા. ત્યારબાદ પૂર્ણિમાબેન તેમનો પીછો કરવા માટે ગયા હતા પરંતુ તે બાઈક લઇને ફરાર લઇને ફરાર થઇ ગયા હતા.

ત્યારબાદ પૂર્ણિમાબેન કહે છે કે આ જમાનામાં કોઈના ઉપર વિશ્વાસ રાખવા જેવું નથી. તેમજ કોઈ દિવસ બહારના વ્યક્તિને સોનુ ધોવા માટે આપવું જોઈએ નહીં. પૂર્ણિમાબેન ને જ્યારે આ બંને વ્યક્તિઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે કહે છે કે તે હિન્દી બોલી રહ્યા હતા અને પહેરવેશ ઉત્તર પ્રદેશ ના લોકો જેવો હતો.

Leave a Reply

Your email address will not be published.