અનુજ અને અનુપમાના લગ્નના કાર્ડ વહેંચવાના થયા શરૂ, વનરાજને કારણે અધૂરી રહી જશે ખુશી

સ્ટાર પ્લસનો પાવરફુલ શો ‘અનુપમા’ આ દિવસોમાં ટીવીની દુનિયામાં છવાયેલો છે. રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના અને સુધાંશુ પાંડે અભિનીત આ શોએ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી.

અનુપમામાં વીતેલા દિવસે બતાવવામાં આવ્યું હતું કે રાખી દવે કાવ્યાને સમજાવે છે કે તેણે પહેલા વાળી કાવ્યા બનીને વનરાજથી છૂટાછેડા લીધા પછી આગળ વધે.

બીજી તરફ અનુપમા અનુજને કહે છે કે તે ઇચ્છે તો પણ તેનું મન શાહ પરિવારથી અલગ કરી શકતી નથી. આના કારણે અનુજનું દિલ તૂટી જાય છે. પણ ‘અનુપમા’માં આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સ અહીં પૂરા થતા નથી.

અનુપમા બધા સાથે બેસીને તેના પહેલા લગ્નને યાદ કરે છે. તે કહે છે કે તેને તેની માતાની જૂની સાડી પહેરીને ફેરા લીધા હતા અને તેનું સંગીત પણ ગલીમાં થોડા લોકો વચ્ચે જ થયું હતું. અનુપમા આગળ જણાવે છે કે હવે તેના લવ મેરેજ થઈ રહ્યા છે, તેથી તે પોતાની મહેંદીથી લઈને ઓઢણી સુધીની પસંદગી કરશે.

વનરાજ પર તૂટી પડેલા મુસીબતોના પહાડ વિશે બા બાપુજી સામે રડી પડે છે. તે તેમને કહે છે કે વનરાજ મરવાની વાતો પર ઉતરી આવ્યો છે, કારણ કે આટલા પ્રયત્નો અને દોડધામ પછી પણ તેને હારનું મોઢું જોવું પડ્યું. આવી સ્થિતિમાં બાપુજી એમને સમજાવે છે કે વનરાજ એવો નથી,એને બસ આમ જ કહી દીધું હશે.

અનુજ બાપુજી અને અનુપમાની વાતો સાંભળે છે. આવી સ્થિતિમાં તે વનરાજની સિફરીશ મુક્કુને કરે છે, પરંતુ મુક્કુને લાગે છે કે અનુપમાએ આ ભલામણ કરાવી છે. જો કે, અનુજ પાછળથી બંનેને સમજાવે છે કે અનુપમાની ડોલી શાહ હાઉસમાંથી ઉઠવાની છે, તેથી તે ઈચ્છે છે કે લોકો ખુશ રહે. તેથી જ તેણે વનરાજની ભલામણ કરી.

અનુજ અને અનુપમા તેની માતાના ઘરે જાય છે, જ્યાં અનુની માતા તેના ભાવિ જમાઈને શુકન આપે છે. આટલું જ નહીં, તે અનુપમાને સમજાવે છે કે તે શાહ પરિવારને તેની ખુશી ફરીથી બગાડવા નહીં દે. ખાસ વાત એ છે કે બાપુજી તેમને અનુપમા અને અનુજના લગ્નનું પહેલું આમંત્રણ પણ આપે છે.

Leave a Reply

Your email address will not be published.