અનુજ અને અનુપમાની ડેટ બગાડશે વનરાજ, બધાની સામે કપાશે બાનું નાક

સિરિયલ ‘અનુપમા’માં અનુજ અને અનુપમા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અનુજ અનુપમાના લગ્ન પહેલા શોમાં ઘણો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. બા અને વનરાજ હજુ પણ અનુપમાના લગ્નને રોકવા માટે લાખ પ્રયત્નો કરી રહ્યા છે.

સિરિયલ ‘અનુપમા’માં તમે અત્યાર સુધી જોયું કે સગાઈ પછી અનુજ અનુપમાને ડેટ પર લઈ જવાનું વચન આપે છે. વનરાજ આ જાણીને ચિડાઈ જાય છે. બીજી તરફ માતા અનુપમાને સલાહ આપે છે. દરમિયાન, બા અને વનરાજ એકસાથે અનુપમાની ડેટ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગૌરવ ખન્ના, રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર સિરિયલ ‘અનુપમા’ના આગામી એપિસોડમાં તમે જોશો, અનુજ બાઇક લઈને અનુપમા પાસે પહોંચશે. અનુજ અનુપમાને ડેટ પર જવાનું કહેશે. શરૂઆતમાં, બા અનુપમાને ખરીખોટી સંભળાવવા લાગશે. બાદમાં વનરાજ અનુપમાને રોકવાનો પણ પ્રયાસ કરશે. અનુપમા વનરાજને ખરીખોટી સંભળાવશે.

અનુજ અને અનુપમાને ડેટ પર જતા જોઈને બાળકોના સુતેલા સપના જાગી જશે. પાખી, સમર અને તોશુ જીદ કરવા લાગશે કે તેઓ પણ તેમની માતા સાથે ડેટ પર જાય. આ જાણીને અનુજ ચોંકી જશે. અનુજ દાવો કરશે કે તે અનુપમાને જ પોતાની સાથે લઈ જશે. સાથે જ કાવ્યા પણ અનુજ અને અનુપમાનો પ્રેમ જોઈને ખુશ થશે. કાવ્યા વનરાજને ફરિયાદ કરશે કે તેને અનુજ જેવો પતિ કેમ ન મળ્યો.

અનુજ અનુપમાને તેની બાઇક પર સવારી માટે લઈ જશે. અનુપમા અનુજને વધુ ઝડપથી બાઇક ચલાવવા માટે કહેશે. અનુપમા કહેશે કે તે ફિલ્મી હિરોઈનની જેમ બાઇક રાઈડ કરવા માંગે છે. અનુજ તેનું બાઇક ભગાવશે.. અનુજ તેની કોલેજની બહાર બાઇક રોકશે. જૂના દિવસોને યાદ કરીને અનુપમા ખૂબ જ ઇમોશનલ થઈ જશે.

કૉલેજ છોડ્યા પછી અનુજ અનુપમાને સરપ્રાઈઝ આપશે. અનુજ અનુપમાને ડિનર ડેટ પર લઈ જશે. અહીં અનુજ અને અનુપમાને જોરદાર રોમાંસ કરવાનો મોકો મળશે.

Leave a Reply

Your email address will not be published.