અનુજ અને અનુપમાના સંગીતમાં ચાર ચાંદ લગાવશે બોલીવુડના આ સિંગર, ખૂબ જ ગ્રાન્ડ હશે માનની ગ્રાન્ડ વેડિંગ

સિરિયલ ‘અનુપમા’માં અનુજ અને અનુપમા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અનુજ અને અનુપમાની હાલમાં જ સગાઈ થઈ છે.સગાઈ બાદ પરિવારજનોએ અનુજ અને અનુપમાના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો માલવિકા અનુજના લગ્નને ગ્રાન્ડ બનાવવા માટે ઘણા પૈસા ખર્ચવા જઈ રહી છે.

તાજી મળેલી માહિતી અનુસાર, અનુજ અને અનુપમાની સંગીત સેરેમની ખૂબ જ ભવ્ય થવા જઈ રહી છે. અનુજ અને અનુપમાના સંગીત સેરેમનીમાં બોલિવૂડના એક ગાયકની એન્ટ્રી થવાની છે.આ સિંગર અનુજ અને અનુપમાંની સંગીત સેરેમનીમાં ચાર ચાંદ લગાવી દેશે.

:અહીં અમે વાત કરી રહ્યા છે બોલીવુડ સિંગર મીકા સિંહ વિશે . ટેલીચક્કરના એક રિપોર્ટ અનુસાર, મિકા સિંહ અનુજ અને અનુપમાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે. સિરિયલ ‘અનુપમા’ના નિર્માતા અનુજ અને અનુપમાના લગ્ન દ્વારા જોરદાર રીતે ટીઆરપી ભેગી કરવા માંગે છે. આ જ કારણ છે કે નિર્માતા અનુજ અને અનુપમાના સંગીત સેરેમનીમાં પાણીની જેમ પૈસા વાપરવા માટે સંમત થયા છે.

એમ કહેવું ખોટું નહીં હોય કે અનુજ અને અનુપમા તેમની સંગીત સેરેમનીમાં મિકા સિંહની ધૂન પર નાચવાના છે. જો કે, મિકા સિંહ પોતે પણ આ દિવસોમાં પોતાના માટે દુલ્હનની શોધમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં મીકા સિંહ તેના સ્વયંવર ‘મીકા દી વોટ્ટી’ દ્વારા ટીવી પર દસ્તક આપશે. પોતાના લગ્ન પહેલા મિકા સિંહ અનુજ અને અનુપમાનું બેન્ડ વગાડવા જઈ રહ્યો છે.

ગૌરવ ખન્ના, રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર સિરિયલ ‘અનુપમા’ પહેલા પણ સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના નિર્માતાઓએ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે. સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં થોડા સમય પહેલા અક્ષરા અને અભિમન્યુની સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. કુમાર સાનુએ અક્ષરા અને અભિમન્યુના સંગીત સમારોહમાં ધૂમ મચાવી હતી.

Leave a Reply

Your email address will not be published.