અનુજ અને અનુપમાની સગાઈની વીંટી ગાયબ થશે, સંગીત સેરેમનીમાં વનરાજ મારશે મહેણું

ટીવી સિરિયલ અનુપમાના મેકર્સ હવે રોજેરોજ સ્ટોરીમાં મજેદાર ટ્વિસ્ટ લઈને આવી રહ્યા છે. અનુજ અને અનુપમાના વેડિંગ ટ્રેક વચ્ચે શાહ હાઉસમાં ખૂબ જ તમાશો થઈ રહ્યો છે. રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર સિરિયલ અનુપમાના આજના એપિસોડમાં ઘણો હંગામો થવાનો છે.

આજે, અનુજ કાપડિયા તેની અનુપમાને સગાઈની વીંટી પહેરાવવાનો છે, પરંતુ તે પહેલાં શાહ હાઉસમાં એટલા બધા નાટક થશે કે દરેકનો મૂડ બગડી જશે. આ સાથે કાવ્યા પણ આજે વનરાજ શાહને ખૂબ ટોણા મારશે.

સગાઈની વિધિ શરૂ થાય તે પહેલા જ ઘરમાં તમાશો થશે. વાત જાણે એમ છે કે અનુજ કાપડિયા-અનુપમા સગાઈની વીંટી છેલ્લી ઘડીએ ગાયબ થઈ જશે. બધાને શંકા થવા લાગશે કે બીજા કોઈએ નહિ પણ વનરાજે વીંટી ચોરાઈ છે પણ એવું થશે નહીં.

આ પછી હંસી ખુશી અનુપમા અને અનુજની સગાઈ થશે. બા અનુપમાની ખુશી સહન નહીં કરે અને અનુપમાની માતાને ખૂબ ટોણા મારશે. બધો ડ્રામા પૂરો થયા પછી અનુજ અને અનુપમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવશે.

આવનારા દિવસોમાં તમે જોશો કે સગાઈ પછી અનુજ કોઈ ને કોઈ બહાને અનુપમા સાથે સમય પસાર કરવાનો પ્રયત્ન કરશે. તે અનુપમાને ડેટ પર લઈ જવા માટે શાહ હાઉસ આવશે. ખૂબ જ ફિલ્મી શૈલીમાં, તે અનુપમાને ત્યાંથી લઈ જશે.

આ બધું જોઈને કાવ્યાને ખરાબ લાગશે અને કંઈપણ વિચાર્યા વગર તે વનરાજ શાહને સંભળાવવા લાગશે. કાવ્યા વનરાજને ફરિયાદ કરશે કે તેણે તેને ક્યારેય સ્પેશિયલ ફિલ નથી કરાવ્યું. એકંદરે અનુપમામાં આવનારા દિવસોમાં ઘણા વધુ ટ્વિસ્ટ આવવાના છે.

Leave a Reply

Your email address will not be published.