અનુજને જિંદગીનું સૌથી મોટું દુઃખ આપશે માલવિકા, અનુપમાનો દરેક કરજ ઉતારશે વનરાજ

સીરિયલ ‘અનુપમા’માં જલ્દી જ શરણાઈઓ વાગવાની છે. આખરે એ સમય આવી ગયો છે જ્યારે અનુજ અને અનુપમા લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે.આગામી એપિસોડમાં અનુજ અને અનુપમા કાયમ માટે એક થવાના છે. અત્યાર સુધી તમે સીરિયલ ‘અનુપમા’માં જોયું હશે, અનુજ અને અનુપમા હલદીની વિધિમાં ખૂબ જ હંગામો મચાવે છે.

હલ્દી વિધિ પૂરી થયા પછી, અનુપમા બા સાથે વાત કરે છે. બાને લગ્ન મા આવવાનું કહેવામાં આવે છે. તો કાવ્યા પણ વનરાજને અનુજ અનુપમાની ખુશીમાં સામેલ થવા માટે સમજાવે છે. આ દરમિયાન અનુપમાની કહાનીમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે, જેનો ચાહકો પણ અંદાજો લગાવી શકશે નહીં.

ગૌરવ ખન્ના રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર સિરિયલ ‘અનુપમા’ના આગામી એપિસોડમાં તમે જોશો કે, માલવિકા અનુજના લગ્ન પહેલા યુએસ જશે. માલવિકા કહેશે કે તેના માતા-પિતા ડ્રીમ હાઉસ કેસની હિયરિંગ છે. આ કેસની અંતિમ તારીખ નજીક આવતા જ, માલવિકા તેની બેગ પેક કરીને નીકળી જશે અને અનુજ જોતો જ રહેશે.

લગ્ન પહેલા અનુપમા કિંજલ અને તેના બાળકને એક વચન આપવાની છે. અનુપમા દાવો કરશે કે લગ્ન પછી પણ તે કિંજલના બાળકને દાદીનો પ્રેમ આપશે. આટલું જ નહીં, અનુપમા કિંજલના બાળકની તમામ જવાબદારી લેવા માટે પણ સંમત થશે. જે બાદ અનુપમા પોતાના બાળકો સાથે સમય વિતાવશે. અનુપમા પોતાના હાથથી કિંજલ, તોશુ, સમર અને પાખીને ખવડાવશે.

અનુપમાના લગ્ન પહેલા બા બહુ ભાવુક થઈ જશે. જોકે, બા આ વાત અનુપમાથી છુપાવશે. બાપુજી બાને અનુપમા પાસે જવાનું કહેશે. બાપુજી બાને કહેશે કે તેઓ પોતાના દિલની વાત અનુપમાને કહે. બીજી તરફ કાવ્યા પણ વનરાજને અનુપમાના લગ્નમાં હાજરી આપવા માટે કહેશે.

કાવ્યા યાદ કરાવશે કે અનુપમાએ વનરાજ અને તેના લગ્ન કેવી રીતે કરાવ્યા. કાવ્યા દાવો કરશે કે વનરાજ લગ્નમાં જઈને અનુપમાના તમામ ઉપકાર વાળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.