અનુપમાએ ફેઈલ કર્યા બા અને રાખી દવેના પ્લાન, સગાઈ રોકવા વનરાજ ચાલ્યો ગંદી ચાલ

સ્ટાર પ્લસની દમદાર સીરિયલ ‘અનુપમા’ આ દિવસોમાં ધૂમ મચાવી રહી છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના શો ‘અનુપમા’માં અને અનુજ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

એટલું જ નહીં, ટૂંક સમયમાં જ બંને એકબીજાને સગાઈની વીંટી પહેરવાના છે. વીતેલા દિવસે ‘અનુપમા’માં બતાવવામાં આવ્યું હતું કે અનુજ તેના આખા પરિવાર સાથે શાહ હાઉસ પહોંચે છે. અનુપમાની માતાને જોઈને લીલા તેને ટોણો મારવા લાગે છે, પરંતુ તે પણ તેને જવાબ આપવામાં પાછી નથી પડતી. બીજી તરફ મામાજી લીલાના પ્લાનને ફેઈલ કરે છે. પણ અનુપમામાં આવતા ટ્વીસ્ટ અને ટર્નસ ખતમ જ નથી થઈ રહ્યા.

અનુપમા અને અનુજની સગાઈમાં રાખી હાજરી આપે છે અને તે બંનેને ટોણો મારવામાં પાછી નથી પડતી. તે તેમની જોડીની મજાક ઉડાવે છે અને કહે છે, “જોડી બેમેલ હે ફિર ભી ફેરી ટેઇલ હૈ. પુરાને રિષતે ફેઈલ હુએ,, પતિ અને સાસ દોનો અપગ્રેડ હુએ”

રાખીના આ શબ્દોને કારણે આખો પરિવાર અનુપમાની પડખે ઉભો છે અને અનુએ જવાબ આપ્યો, “નજર થું થું કરીને પણ ઉતારી શકાય છે પરંતુ તેના માટે મા લક્ષ્મીનું અપમાન કરવું જરૂરી નથી. દરેક નોટ મહેનતનો પરસેવો છે.

રાખીના ટોણાથી અનુજનો ચહેરો ઉતરી જાય છે. પરંતુ અનુપમા તેને ખુશ કરવાનો પ્રયાસ કરે છે અને ‘અખિયોં સે ગોલી મારે…’ પર ડાન્સ કરે છે. તેની સાથે પરિવારના બાકીના સભ્યો પણ ખૂબ ડાન્સ કરે છે.

બીજી તરફ રાખી, બા અને વનરાજ બળીને રાખ થઈ રહ્યા છે. તેનો ડાન્સ જોઈને રાખીએ બાને ટોણો માર્યો, “શું તે ખરેખર આનંદથી નાચી રહી છે કે તને બાળવા માટે નાચ ગાન પછી, અનુપમા દરેકને કરારો જવાબ આપે છે. તે કહે છે, “મેં પહેલાં લગ્ન કર્યાં છે, ત્યારે જ મને મારા જીવનમાં અનુજનું મૂલ્ય સમજાયું.

અગાઉ મને માત્ર ચીસો પાડનાર પતિ અને ડરાવી ધમકાવીને રાખનારી સાસુ મળી હતી. અનુજ કૉલેજથી મને એક તરફી પ્રેમ કરતો હતો, પણ મને એ ખબર નહોતી.” અનુપમાની વાત સાંભળીને દેવિકા જવાબ આપે છે, “જો તે જાણતી હોત તો તું જે ભૂલ કરી હતી તે ન કરી હોત.” આટલું જ નહીં, અનુપમા અનુજને બધાની સામે ‘આઈ લવ યુ’ પણ કહે છે.

અનુજ અને અનુપમાની સગાઈથી વનરાજ ખુશ નથી. આવી સ્થિતિમાં, જ્યાં દરેક ગેમ રમવામાં વ્યસ્ત છે, વનરાજ છુપાઈને બંનેની સગાઈની વીંટી ચોરી લે છે. બીજી બાજુ, જ્યારે પરિવાર તે વીંટી શોધવાનું ચાલુ રાખે છે, ત્યારે વનરાજ ઊભો રહીને તમાશો જુએ છે.

Leave a Reply

Your email address will not be published.