અનુપમાએ કહ્યું “પલ ભર કે લીએ કોઈ હમેં પ્યાર કર લે”, ફેન્સે કહ્યું મળી તો ગયો તમને અનુજનો સાથ

ટીવીનો હિટ શો અનુપમા TRP લિસ્ટમાં નંબર વન પર યથાવત છે. લોકો શોના ટ્વિસ્ટ અને અનુજ-અનુપમાની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. તો બીજી તરફ અભિનેત્રી રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સ માટે દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

હાલમાં જ રૂપાલી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જૂના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેને અનુજ કાપડિયા સાથે જોડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

રૂપાલી ગાંગુલીએ સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં તે ‘પલ ભર કે કોઈ મુઝે પ્યાર કર લે જૂઠા હી સહી…’ ગીત પર ડાન્સ કરી રહી છે. આ વિડિયોમાં, અભિનેત્રીએ કાળા ટોપ પર શિમરી ઓપન શ્રગ પહેર્યા છે અને સેમ રંગનું પેન્ટ પહેર્યું છે. અભિનેત્રી ખુલ્લા વાળમાં સુંદર લાગી રહી છે.

વીડિયો શેર કરતાં રૂપાલી ગાંગુલીએ કેપ્શનમાં લખ્યું- ‘પ્રેમ દરેક વસ્તુથી ઉપર છે. ચાર અક્ષરોથી બનેલો આ શબ્દ એકદમ જાદુઈ છે. તો તમે પણ ચારેબાજુ પ્રેમ વરસાવો છો, પણ ખોટો નહિ સાચો. એક્ટ્રેસનું કેપ્શન વાંચીને લોકો તેની મજા લેવા લાગ્યા.

રૂપાલી ગાંગુલીનો વીડિયો જોઈને એક ફેને લખ્યું- ‘તમને મળી તો ગયો અનુજ કાપડિયાનો પ્રેમ’. તો અન્ય એક ફેને લખ્યું- ‘ અનુજ સાથે લગ્ન કરી રહ્યા છો તો હજુ પણ પ્રેમની જરૂર છે.’ તો ત્યાં એક પ્રશંસકે લખ્યું – ‘રૂપલી ગાંગુલી તમે બહુ સુંદર છો.’

એક પ્રશંસકે લખ્યું- ‘આખી દુનિયા તમને પ્રેમ કરે છે.’ તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં શોમાં અનુપમા-અનુજના લગ્નનો તબક્કો ચાલી રહ્યો છે. તો આગામી એપિસોડમાં બાપુજીને હાર્ટ એટેક આવવાનો છે.

Leave a Reply

Your email address will not be published.