અનુપમાએ ખાસ અંદાજમાં મનાવ્યો પોતાનો જન્મદિવસ, એમની આ અદા કરી દેશે તમને દીવાના

ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી અને અનુપમા બનીને દરેકના દિલ પર રાજ કરનાર રૂપાલી ગાંગુલી આજે તેનો 45મો જન્મદિવસ ઉજવ્યો છે. તેમના 45માં જન્મદિવસના અવસર પર ટીવી જગત અને તેમના ફેન્સએ તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

અનુપમાના અનુજ ઉર્ફે ગૌરવ ખન્નાએ પણ તેના જન્મદિવસ પર તેણીને શુભેચ્છા પાઠવતા ઇમોશનલ પોસ્ટ લખી હતી. પરંતુ રૂપાલી ગાંગુલી ઉર્ફે અનુપમા પણ તેના ફેન્સને રિટર્ન ગિફ્ટ આપવા અને તેમના દિલ જીતવામાં પાછળ રહી ન હતી. રૂપાલી ગાંગુલીને તેના ફેન્સ તરફથી મળેલી જન્મદિવસની શુભેચ્છાઓનો ખુબ જ સુંદર અંદાજમાં જવાબ આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીએ તેના જન્મદિવસના ખાસ અવસર પર તેના ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી. આ રીલમાં તે લાલ રંગની સાડી અને ગ્રીન કલરના બ્લાઉઝમાં સુંદર લાગી રહી છે. તેના લુકને પૂર્ણ કરવા માટે, રૂપાલી ગાંગુલીએ ગોલ્ડ માથા પટ્ટી, માંગ ટીકા અને નાકમાં નથ પહેર્યા છે.

આ સાથે તેણે હાથમાં ગોલ્ડન બ્રેસલેટ પહેર્યા છે. આ વીડિયોમાં રૂપાલી ગાંગુલી કાન્હાના ગીત પર પોતાના એક્સપ્રેશન બતાવતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Gaurav Khanna (@gauravkhannaofficial)

રૂપાલી ગાંગુલીએ આ પોસ્ટ સાથે કેપ્શનમાં તેના ફેન્સનો આભાર માન્યો. એમને ફેન્સનો આભાર માનતા તેણે લખ્યું, ‘આભારી અને નસીબદાર છું. તમારા બધા સુંદર મેસેજ બદલ ખુબ ખુબ આભાર. તમારો પ્રેમ મળ્યા પછી હું મારી ખુશીને રોકી શકતી નથી.

રૂપાલી ગાંગુલીની આ પોસ્ટ પર ફેન્સ તેમના પ્રેમના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘ જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન સુંદર દિલ વાળી રૂપાલીજીને.

Leave a Reply

Your email address will not be published.