અનુપમાંએ લગ્ન પછી પતિ સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, નવી જિંદગીની શરૂઆતથી કપલ છે ખુશ

ટીવીના નંબર વન શો ‘અનુપમા’માં આજકાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે.આ શોમાં અનુપમા અને અનુજ કાપડિયાએ લગ્ન કરી લીધા છે. લગ્ન બાદથી અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી અને અનુજ કાપડિયાની ભૂમિકા ભજવી રહેલા ગૌરવ ખન્ના રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે.

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાએ સોશિયલ મીડિયા પર તેમના લગ્નના પહેરવેશની ઘણી તસવીરો તેમજ રીલ શેર કરી છે.આ રીલમાં કપલ રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળે છે.


શોમાં અનુપમા અને અનુજના લગ્ને ચાહકોને ખુશ કરી દીધા હતા અને આ લગ્ન સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યા હતા.અનુપમા હાલમાં ટીઆરપીની દૃષ્ટિએ ટીવીનો નંબર 1 શો છે.


શોમાં લાંબી રાહ જોયા બાદ અનુપમા અને અનુજે લગ્ન કર્યા.શોમાં તેમની નવી ઇનિંગની શરૂઆતથી કપલ ખૂબ જ ખુશ છે.

જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે અનુપમાને ઘણી નવી સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેનો તે સામનો કરતી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.