અનુપમામાં રૂપાલી ગાંગુલીના રોમેન્ટિક સીન પર આવું હતું પતિનું રિએક્શન, એક્ટ્રેસે જાતે જ કર્યો હતો ખુલાસો

અનુપમા ટેલિવિઝનનો એક પોપ્યુલર શો છે.આ શોમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી લીડ રોલ કરે છે. આ શોમાં રૂપાલી ગાંગુલી એક છૂટાછેડા લીધેલી મહિલાનો રોલ કરી રહી છે. સિરિયલમાં આ 44 વર્ષની રૂપાલી ગાંગુલી પર રોમેન્ટિક સીન્સ પણ ફિલ્માવવામાં આવ્યા હતા. આવો જાણીએ કે તે સીન્સ પર કેવું હતું તેના રિયલ લાઈફ પાર્ટનરનું રિએક્શન.

રૂપાલી ગાંગુલીએ અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા છે. બંનેએ પરિવારની મંજૂરીથી લવ મેરેજ કર્યા છે. રૂપાલી ગાંગુલી અને અશ્વિનને એક પુત્ર છે. અનુપમામાં રૂપાલી ગાંગુલીનો રોમેન્ટિક સીન જોઈને અશ્વિન કે વર્મા ખૂબ જ ખુશ થયા હતા. આ વાત રૂપાલીએ પોતે એક ઈન્ટરવ્યુમાં કહી હતી.

રૂપાલીએ એમ પણ કહ્યું કે અશ્વિન માત્ર તેનો પતિ જ નથી પણ તેનો સૌથી મોટો ક્રિટીક પણ છે. રૂપાલીના કહેવા પ્રમાણે તેના પતિ એ પણ કહે છે કે કયા સીનમાં શું કમી રહી ગઈ હતી. તમને જણાવી દઈએ કે અશ્વિન એડ મેકિંગની દુનિયામાંથી છે. રૂપાલી તેના પતિ સાથે એડ એજન્સી પણ ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published.