અનુપમાંના એક્સ પતિ વનરાજ શાહની થ્રોબેક તસ્વીર વાયરલ, રહી ચૂક્યા છે ટોપ મોડલ

‘અનુપમા’સિરિયલનું દરેક પાત્ર લોકોના દિલમાં વસી ગયું છે. તેનું કારણ એ છે કે દરેક પાત્રના કલાકારોએ અભિનયમાં નિપુણતા મેળવી છે. પરંતુ હાલમાં જ આ શોના સૌથી પ્રખ્યાત અને મહત્વપૂર્ણ પાત્ર સુધાંશુ પાંડેએ પોતાની એક જૂની તસવીર શેર કરી છે.આ તસવીર જોઈને તમે પણ કહેશો કે વનરાજ શાહનો લૂક ઘણો બદલાઈ ગયો છે.

અનુપમામાં વનરાજ શાહનું પાત્ર ભજવતા સુધાંશુ પાંડેએ તેના મોડલિંગ દિવસોની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં વનરાજ શાહને ઓળખવો પણ મુશ્કેલ બની રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sudhanshu Pandey (@sudanshu_pandey)

આ ફોટો શેર કરતા સુધાંશુ પાંડેએ કેપ્શનમાં લખ્યું- ‘ક્યારેક પોતાને રિમાઇન્ડ કરાવવું જરૂરી છે કે તમે ક્યાંથી શરૂઆત કરી અને ક્યાં પહોંચી ગયા છો. જ્યારે તમે પાછળ જુઓ અને આગળ જુઓ, તમારે ભગવાન મહાકાલનો આભાર માનવો જોઈએ. તે સમયે શરૂ થયેલી યાત્રા આજ સુધી ચાલુ છે. (આ ફોટો ત્યારેનો છે જ્યારે હું 20-21 વર્ષનો હતો. તે સમયે હું દેશના ટોપ મોડલ્સમાંનો એક હતો)’

સુધાંશુ પાંડેના મોડલિંગ દિવસોના આ ફોટોના ફેન્સ ઉપરાંત સેલેબ્સ પણ વખાણ કરી રહ્યા છે. આ ફોટો પર કોમેન્ટ કરતા ફેમસ એક્ટર રાહુલ દેવે હાર્ટ આઈકોન શેર કર્યો હતો.જ્યારે તાહિર શબ્બીરે કોમેન્ટ કરી હતી – ‘તમે હજુ પણ એવા જ દેખાવ છો. આ સાથે ફાયર વાળું આઇકન પણ શેર કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Sudhanshu Pandey (@sudanshu_pandey)

સુધાંશુ પાંડેનું નામ સતત ચર્ચામાં હતું પરંતુ ‘અનુપમા’માં વનરાજ શાહની ભૂમિકા ભજવીને સુધાશુ પાંડેની કારકિર્દીને નવી પાંખો મળી. આ સીરિયલમાં સુધાંશુનું પાત્ર ગ્રે શેડનું છે, જેને લોકો ખૂબ પ્રેમ પણ કરે છે અને નફરત કરે છે. પણ વનરાજ શાહનું પાત્ર ભજવવામાં સુધાંશુએ જીવ રેડી દીધો છે.

Leave a Reply

Your email address will not be published.