અનુપમાના લગ્નના સપોર્ટમાં આવ્યો એક્સ પતિ વનરાજ, અનુજ સાથેના સંબંધો પર કહી આ વાત

ટીવીની હાલના દિવસની સૌથી ફેમસ સિરિયલ અનુપમા હેડલાઇન્સમાં છે. આ મામલો અનુપમા અને અનુજ કાપડિયાના લગ્ન સાથે જોડાયેલો છે. બંનેના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે.આ લગ્નથી અનુપમા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. પરંતુ લોકો આ લગ્નને લઈને ખૂબ જ નારાજ દેખાય છે.

અનુપમાનું પાત્ર ભજવતી રૂપાલી ગાંગુલી પર અનેક સવાલો ઉઠાવી રહી છે. તો ઘણા ફેન્સ આ લગ્નથી ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. હવે અનુપમાના લગ્નમાં વનરાજ શાહનો રોલ કરનાર કલાકાર સુધાંશુ પાંડેનો એક ઈન્ટરવ્યુ ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અનુપમાના લગ્નને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે.

હાલના દિવસોમાં સિરિયલમાં અનુપમાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન, એક ઈન્ટરવ્યુમાં જ્યારે સુધાંશુ પાંડેને અનુપમા-અનુજના લગ્ન વિશે એમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, ‘મને લાગે છે કે આ તેમની પર્સનલ ચોઇસ છે. અનુપમા જેવી સ્ત્રી જે કરી રહી છે તે તેની પોતાની ઈચ્છા છે. આગળ તેણે કહ્યું, ચોક્કસ કેટલાક લોકો આવા હશે જે આ ઉંમરમાં થઈ રહેલા અનુપમાના લગ્નને જોઈને ખુશ નહિ હોય.

પરંતુ આ દ્વારા તેના દર્શકોને એક જ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે એક મહિલા પણ તેના સારા-ખરાબને સમજી શકે. તેણી પોતાના જીવનના નિર્ણયો લઈ શકે છે અને આગળ વધી શકે છે. તેનો આ ઈન્ટરવ્યુ દરેક જગ્યાએ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલ અનુપમા હવે તમારા માટે એક વેબ શોની જેમ આવી રહ્યો છે. અનુપમાની પ્રિક્વલની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે 25 એપ્રિલે અનુપમાની પ્રિક્વલ દર્શકોની વચ્ચે આવશે. અનુપમાના લગ્ન વિશે તમારો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરીને જણાવો.

Leave a Reply

Your email address will not be published.