અનુપમાના વનરાજે કર્યો દાવો, અનુજનો રોલ ઓફર થયો હોત તો પણ ન કરતા એ પાત્ર, જાતે જણાવ્યું કારણ

ટીવીની દમદાર સિરિયલ ‘અનુપમા’ આ દિવસોમાં ટીઆરપીની રેસથી લઈને બધે છવાયેલો છે. આ શોમાં અનુજ-અનુપમાની જોડીની સાથે સાથે દરેક પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

વનરાજની ભૂમિકા ભજવતા સુધાંશુ પાંડે પણ તેના ગ્રે શેડ્સ સાથે કોઈ છાપ છોડવામાં પાછળ નથી. આ દિવસોમાં સુધાંશુ પાંડે ‘અનુપમા: નમસ્તે અમેરિકા’માં જોવા મળે છે, જેમાં તે યંગ વનરાજની ભૂમિકા ભજવી રહ્યો છે.

અનુપમામાં જ્યાં અનુજ કાપડિયા એટલે કે ગૌરવ ખન્ના હીરો તરીકે જોવા મળે છે, ત્યાં સુધાંશુ પાંડેનું પાત્ર વિલન બની ગયું છે. તો તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે જો મને ક્યારેય અનુજ કાપડિયાનો રોલ આપવામાં આવ્યો હોત તો પણ મેં તે બિલકુલ ન કર્યું હોત.

સુધાંશુ પાંડેએ ઈન્ટરવ્યુમાં આ વાતનું કારણ પણ જણાવ્યું હતું. તેણે કહ્યું, “સાચું કહું તો, જો વનરાજ સારો વ્યક્તિ હોત, તો હું ખચકાટ અનુભવતો. જો મને અનુજ કાપડિયા જેવું પાત્ર આપવામાં આવ્યું હોત, તો મેં કદાચ તે ક્યારેય ન કર્યું હોત. આવા પાત્રો હંમેશા ટીવીમાં દર્શાવવામાં આવે છે. એક હીરો, જે એક સારી વ્યક્તિ નથી અને ગ્રે શેડ ધરાવે છે, આ પ્રકારનું પાત્ર પડદા પર જોવા મળ્યું નથી. અને મારા માટે આ ચેલેન્જ હતો કે વનરાજના કેરેકટરને સંપૂર્ણ રીતે રિયલ બનાવું.”

સુધાંશુ પાંડેએ આ વિશે વાત કરતાં વધુમાં કહ્યું કે, “તે સ્પષ્ટવક્તા છે, એને ઈર્ષ્યા થાય છે, પરંતુ તેને દિલ પણ છે. અંતે તેના સિદ્ધાંતો ખૂબ જ મજબૂત છે અને તે પોતાના પરિવાર માટે કંઈ પણ કરી શકે છે.” તેની પાસે એક નહિ પણ ઘણા શેડ્સ છે અને આ વસ્તુઓને નિભાવવું એક અદ્ભુત અનુભવ છે.”

તમને જણાવી દઈએ કે સુધાંશુ પાંડે વિશે એવું કહેવામાં આવ્યું હતું કે રૂપાલી ગાંગુલીની વધતી લોકપ્રિયતાથી તે અસુરક્ષિત અનુભવી રહ્યો છે. તો, જ્યારે તેને આ સંદર્ભમાં પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “અસુરક્ષિત અનુભવવા માટે, મારે મારી 47 ફિલ્મો ભૂલી જવી પડશે, જે મેં કરી છે. મારે ભારતના પ્રથમ બોય બેન્ડનો ભાગ હોવાનું ભૂલી જવું પડશે અને ઘણા હોલીવુડ ફિલ્મો સાથે સંકળાયેલું હોવું ભૂલી જવું પડશે. મેં ઘણું કામ કર્યું છે અને મને તેનો ગર્વ પણ છે.”

Leave a Reply

Your email address will not be published.