અનુપમાં નમસ્તે અમેરિકાના સેટ પર રૂપાલી ગાંગુલીનો સીંચેન અવતાર, વાયરલ થયો વિડીયો

ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી હાલના દિવસોમાં પોતાના નવા શો અનુપમાં નમસ્તે અમેરિકાના શૂટિંગમાં વ્યસ્ત છે. દર્શક આ શો દ્વારા અનુપમાની જિંદગીથી વાકેફ થઈ શકશે.

અનુપમાની સફળતા જોઈને મેકર્સએ તેનું ઓટીટી વર્ઝન અનુપમા નમસ્તે અમેરિકા લોન્ચ કરવાનું નક્કી કર્યું. હાલના સમયમાં રૂપાલી ગાંગુલી અનુપમા નમસ્તે અમેરિકા અને અનુપમા માટે શૂટિંગ કરી રહી છે.

બીઝી શેડ્યૂલ વચ્ચે પણ રૂપાલી ગાંગુલી ચાહકો માટે ફની વીડિયો બનાવવાનું ભૂલતી નથી. અભિનેત્રીનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે સિંચનનો પ્રખ્યાત ડાયલોગ રિક્રિએટ કરી રહી છે.

સામે આવેલા આ વીડિયોમાં રૂપાલી તેની કો-સ્ટાર એકતા સરૈયા સાથે જોવા મળી રહી છે. એકતા સિરિયલ અનુપમામાં વનરાજ શાહની બહેન ડોલીના રોલમાં જોવા મળે છે. વીડિયોમાં રૂપાલી અને એકતા ખૂબ જ ધમાલ મચાવતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

વીડિયોમાં બંને સિંચનનો એક સીન રિક્રિએટ કરી રહ્યાં છે અને તેને શેર કરતી વખતે રૂપાલી ગાંગુલીએ કેપ્શનમાં લખ્યું, ‘અમે સુંદર લાગી રહ્યા છીએ? હે ને?’ અનુપમા સિરિયલની વાત કરીએ તો આ દિવસોમાં અનુપમા અને અનુજ કાપડિયાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ વનરાજે નોકરી ગુમાવી દીધી છે અને બા તેની હાલત જોઈને ખૂબ જ પરેશાન છે.

આવી સ્થિતિમાં તે જલ્દી જ અનુજ કાપડિયા પાસે મદદ માટે જશે. અનુજ કાપડિયા લગ્ન પહેલા જ શાહ પરિવાર પર મોટો ઉપકાર કરતા જોવા મળશે. હાલમાં, બા અને વનરાજ તેના લગ્નની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં બંને એક સાથે શું કરશે?

Leave a Reply

Your email address will not be published.