અનુપમાની ખુશીઓને ગ્રહણ લગાવશે રાખી, બાનો ખેલ બગાડશે મામાજી

સિરિયલ ‘અનુપમા’માં અનુજ અને અનુપમાના સારા દિવસોની શરૂઆત થઈ ચૂકી છે. અનુજ અને અનુપમાની સગાઈની વિધિ શરૂ થઈ ગઈ છે.અનુજ અને અનુપમાની સગાઈને ખાસ બનાવવા માટે શાહ પરિવારના લોકોએ ઘણી તૈયારીઓ કરી છે.

સીરિયલ ‘અનુપમા’માં તમે અત્યાર સુધી જોયું હશે કે બાપુજી પોતાની ખરાબ તબિયતને પરિવારથી છુપાવવાનો પ્રયાસ કરે છે. બાપુજી જી.કે.ને લઈને ડોક્ટર પાસે જાય છે. અહીં જ બાપુજીને ખબર પડે છે કે તેમને વહેલામાં વહેલી તકે સર્જરી કરાવવી પડશે. સર્જરી વિશે સાંભળીને બાપુજી ગભરાઈ જાય છે. બીજી બાજુ અનુજ શાહ હાઉસમાં ધમાકેદાર એન્ટ્રી કરે છે.

અનુજના આવ્યા પછી અનુપમાના જીવનમાં ખુશીઓ દસ્તક દેવાની છે. જોકે, ખુશીનો ચહેરો જોતાં પહેલાં અનુપમા દુનિયાના ટોણા સહન કરવાની છે. સીરિયલ ‘અનુપમા’ના આગામી એપિસોડમાં તમે જોશો, અનુજ અનુપમાની માતા માલવિકા અને દેવિકા સાથે શાહ હાઉસ પહોંચશે. અહીં શાહ પરિવારના લોકો અનુજનું સ્વાગત કરશે.

આવતાની સાથે જ અનુજની આંખો અનુપમાને શોધવા લાગશે. મોકો મળતા જ અનુજ અનુપમાને મળવા પહોંચી જશે. અનુપમા પણ અનુજને મળવા બેતાબ થઈ હશે. અનુપમાને સજી ધજેલી જોઈને અનુજના હોશ ઉડી જશે.

અનુજ આવતાની સાથે જ અનુપમાની નજર ઉતારશે. અનુપમા પણ અનુજ વધામણાં લેશે. અનુપમા અનુજનો હાથ પકડીને સગાઈમાં જશે. આ દરમિયાન અનુપમાના પગ લથડશે. અનુજ યોગ્ય સમયે અનુપમાને સંભાળશે.

બા અનુપમાના લગ્ન રોકવા તેની માતાને ફોન કરશે. મામાજી આ વખતે બાની એક ચાલવા નહિ દે. મામાજી વિલંબ કર્યા વિના બાના પ્લાનનો નાશ કરશે. એટલું જ નહિ મામાજી પણ આ વખતે બાને ધમકી આપવાના છે. મામાજી કહેશે કે બાએ અનુપમા અને અનુજના લગ્નથી દૂર રહેવું જોઈએ.

સગાઈ દરમિયાન પરિવારના સભ્યો અનુજ અને અનુપમાનું સ્વાગત કરશે. બીજી તરફ, રાખી અનુપમાની ઈજ્જત ઉછાડવાનો મોકો છોડશે નહીં. રાખી તમામ મહેમાનોની સામે અનુપમાને જલીલ કરશે.

Leave a Reply

Your email address will not be published.