અનુપમાની પ્રિકવલ રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર મચાવી દીધી હલચલ, અનુપમાનો આ અવતાર જોઈ ફેન્સ ચોંકી ગયા

પોપ્યુલર ટીવી સિરિયલ ‘અનુપમા’ની સારી એવી ધૂમ મચાવી રહ્યો છે. ચાહકોને આ શો ઘણો પસંદ છે. આવી સ્થિતિમાં હવે શોના મેકર્સે આ શોની પ્રિક્વલ હોટસ્ટાર પર રિલીઝ કરી છે, જેમાં અનુપમા અને વનરાજ 17 વર્ષ પહેલાના અવતારમાં જોવા મળી રહ્યા છે.

આ શોનો પહેલો એપિસોડ રિલીઝ થયો ત્યારથી જ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે. માત્ર અનુપમા જ નહીં, લોકો આ શોમાં બા અને વનરાજને પણ પસંદ કરી રહ્યા છે.

શોના પહેલા એપિસોડના રિવ્યુ આવી ગયા છે અને આ પ્રિક્વલ લોકો તરફથી પણ અપાર પ્રેમ મળી રહ્યો છે.સોશિયલ મીડિયા પર ફેન્સ સતત પોતાનો પ્રતિભાવ આપતા જોવા મળે છે. ચાહકોની પ્રતિક્રિયા જુઓ આ વીડિયોમાં.

અનુપમા નમસ્તે અમેરિકાની ઘોષણા સમયે, એવું સાંભળવામાં આવ્યું હતું કે નિર્માતા તેના માત્ર 10-12 એપિસોડ જ લોન્ચ કરવાના છે. આ શોની વાર્તા પણ અનુપમાની આસપાસ ફરવાની છે.

આ શોમાં બતાવવામાં આવશે કે કેવી રીતે અનુપમા વર્ષો પહેલા અમેરિકા જવાનું સપનું જુએ છે. શોના અંતે એ સ્પષ્ટ થશે કે અનુપમા અમેરિકા જશે કે નહીં? જો તેણી ન ગઈ, તો મોતી બાના સમર્થન પછી પણ તેણીને આમ કરવાથી શું રોક્યું?

Leave a Reply

Your email address will not be published.