અનુપમાં પછી વનરાજને ડિવોર્સ આપશે કાવ્યા, ગુસ્સામાં તોશું કિંજલને મારશે ધક્કો

ફેમસ ટીવી સિરિયલ અનુપમામાં હાલના દિવસોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે માલવિકાએ વનરાજ શાહ, તોશું અને કાવ્યાને નોકરીમાંથી કાઢી શાહ પરિવાર સાથે બદલો લીધો. તો બીજી તરફ અનુજ અનુપમાના લગ્નની તૈયારીઓથી પહેલેથી જ વનરાજ અને બાએ પરેશાન કરી મુક્યા છે.

માલવિકાએ વનરાજ અને તોશું સિવાય કાવ્યાને પણ નોકરીમાંથી કાઢી મુક્યા છે. આ વસ્તુનો શોક કાવ્યાને એ હદે લાગ્યો કે એ સાવ ભાંગી પડી છે. રૂમમાં બેસીને કાવ્યા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડશે એવામાં રાખી દવેનો ફોન આવશે.

કાવ્યા પોતાને સાંભળવાની કોશિશ કરશે પણ રાખીને જોતા જ એ એના આંસુ કંટ્રોલ નહિ કરી શકે. એ પછી કાવ્યા રાખીને જનાવશે કે બધું જ ખતમ થઈ ગયું છે. મારી પાસે ન તો ઘર છે, ન નોકરી અને ન કોઈ પરિવાર. એવામાં ખબર નથી પડતી કે હું શું કરું.

બીજી બાજુ કિંજલ તેના રૂમમાં આવે છે, ગુસ્સામાં સ્તબ્ધ તોશુએ તેના પર વરસી પડશે. તોશુ કિંજલને કહે છે કે ‘મેં મારી નોકરી ગુમાવી દીધી અને મને દુઃખ થયું પણ તને તેની પરવા નથી.’ જવાબમાં કિંજલ કહે છે કે ‘તને એટલું વાગ્યું ન હતું અને તું ખરાબ મૂડમાં હતો, તેથી થોડા સમય માટે તને એકલી છોડી દીધી.’ તોશુ કહે છે કે ‘તું તારો મૂડ બગાડવા માંગતી ન હતી, તેથી તું ન આવી.

માલવિકાએ મને અને પપ્પાને નોકરીમાંથી કાઢી મૂક્યા છે પણ છતાં તમે તેની સાથે હળીમળી રહ્યા હતા. વાત વાતમાં તોશુ એટલો ગુસ્સે થાય છે કે કિંજલને આકસ્મિક ધક્કો લાગ્યો છે અને તે પલંગ પર પડી છે. આ પછી તોશુ કિંજલની માફી માંગે છે અને કહે છે કે તેણે આ જાણી જોઈને નથી કર્યું, ભૂલથી થયું છે.

કાવ્યા રાખી દવેને મળવા જશે. રાખી દવે કાવ્યાને કહેશે કે ‘મને લાગે છે કે તારે પગલું ભરવું જોઈએ.’ કાવ્યા પૂછે છે કેવું પગલું? તેના જવાબમાં રાખી દવે કહે છે કે ‘પહેલાં તમારે જોબ વિશે વિચારવું જોઈએ, પછી છૂટાછેડા વિશે. છૂટાછેડા લો અને તે પાગલખાનામાંથી બહાર નીકળો.

Leave a Reply

Your email address will not be published.