અનુપમાં પ્રિકવલમાં થઈ આ હસીનાની એન્ટ્રી, વનરાજ શાહ સાથે કરશે રોમાન્સ

અનુપમાં સિરિયલની પ્રિકવલ જલ્દી જ ઓટીટી પર આવવાની છે. આ પ્રિકવલને અનુપમાં નમસ્તે અમેરિકાનું નામ આપવામાં આવ્યું છે. આ શોમાં ઘણા જુના પાત્રોની છુટ્ટી થશે તો ઘણા નવા પાત્રોની એન્ટ્રી થશે. એ દરમિયાન એક જાણીતી એક્ટ્રેસની આ શોમાં એન્ટરીની ખબર પર મોહર લાગી છે. જેનો ખુલાસો એક પોસ્ટમાં થયો છે

‘દેવો કે દેવ મહાદેવમાં પાવર્તીનો રોલ.કરનાર એક્ટ્રેસ પૂજા બેનર્જી આ શોમાં રિતિકાનો રોલ કરશે. એ વાતનો ખુલાસો એક્ટ્રેસએ પોસ્ટમાં કર્યો. પૂજા બેનર્જીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી પોસ્ટ લખી કે હું અહીંયા તમારી સામે રિતિકાને પ્રેઝન્ટ કરી રહી છું. મને જુઓ સુદ્ધાંશું પાંડે સાથે નવા અવતારમાં અનુપમાં નમસ્તે અમેરિકામાં.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

અનુપમા પ્રિક્વલ’ માટે નવો સેટ બનાવવામાં આવ્યો છે. આ સેટમાં વનરાજ શાહનું ઘર ઘણું બદલાઈ ગયું છે. ઘરના આંગણાથી માંડીને પૂજા ઘર, પૂજા ઘરથી લઈને બાના ઝુલા સુધી બધું જ બદલાવ જેવું લાગશે. અનુપમા અને વનરાજનો લુક પણ બદલાઈ ગયો છે.

‘અનુપમા નમસ્તે અમેરિકા’ની વાર્તા 11 એપિસોડમાં બતાવવામાં આવશે. ‘અનુપમા’ની આ પ્રિક્વલમાં ચાહકો જોશે કે 17 વર્ષ પહેલા અનુપમાનું જીવન કેવું હતું. આ શો 25 એપ્રિલે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પર પ્રસારિત થશે.

જ્યારથી આ શોની જાહેરાત થઈ છે ત્યારથી ફેન્સ આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ શોના પ્રોમો પણ આવી ગયા છે જેમાં અનુપમા શો વિશે માહિતી આપતી જોવા મળી હતી.

 

Leave a Reply

Your email address will not be published.