અનુપમાં સામે ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરતા દેખાયા અનુજ કપાડીયા, ડાન્સ કરીને કહ્યું- મહેંદી લગા કે રખના

ટેલિવિઝન સીરિયલ ‘અનુપમા’ના લીડ સ્ટાર્સ રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના શોમાં અનુપમા અને અનુજ કાપડિયાના તેમના પાત્રોથી લોકોના દિલ જીતતા જોવા મળે છે.

આ સેલેબ્સની કેમેસ્ટ્રી પર ચાહકોનો ભરપૂર પ્રેમ લૂંટાવી રહ્યા છે. ઘણીવાર આ સ્ટાર્સ તેમના પર્સનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સથી તેમની કેમિસ્ટ્રીનો નમૂનો બતાવતા જોવા મળે છે. આ એપિસોડમાં બંનેનો એક ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે.

સ્ટાર પ્લસે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રવિવારે યોજાનાર ITA એવોર્ડ્સનો પ્રોમો શેર કર્યો છે. આ ક્લિપમાં, અનુપમા હપિંક અને સ્કાય બ્લુ કલરની હેવી સાડીમાં અનુજ સાથે ‘મહેંદી લગકે રખના’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. જ્યારે રૂપાલી ખૂબ જ હસીન લાગી રહી છે, તો અનુજ કાપડિયા બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં સ્વેગ ફેલાવતા જોવા મળે છે.

વિડિયો શેર કરતા ચેનલ તરફટહુ કેપ્શનમાં લખ્યું હતું કે, આઈટીએના સ્ટેજ પર અનુજ અને અનુપમાનું જોરદાર પરફોર્મન્સ. જો આ ન જોયું. તો તમે શું જોયું? આ રવિવારે સાંજે 7 વાગ્યે સ્ટારપ્લસ અને ડિઝની+હોટસ્ટાર પર #ITAAwards2022 અવશ્ય જોવો. આ કપલનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.