અનુપમાં સાથે લગ્ન પછી ધ્રુસકે ને ધ્રુસકે રડશે અનુજ, છોકરા અને છોકરીવાળામાં થશે ભયંકર ઝગડો

સિરિયલ ‘અનુપમા’માં લગ્નની સિઝન ચાલી રહી છે. અનુપમા અને અનુજ લગ્ન મંડપમાં પહોંચી ગયા છે. હવે તે બંનેને સાત ફેરા લેવાની જ વાર છે.’અનુપમા’ સિરિયલમાં તમે અત્યાર સુધી જોયું હશે, અનુજ અને અનુપમા તેમના લગ્નને ખાસ બનાવવા માટે તમામ તૈયારીઓ કરે છે. અનુજ ઉત્સાહ સાથે લગ્ન મંડપમાં પ્રવેશે છે. તો અનુપમા પણ તેના લગ્નમાં જોરદાર ડાન્સ કરે છે.

દુલ્હનના ડ્રેસમાં અનુપમાને જોઈને અનુજ જોતો જ રહે છે. અનુજ માની શકતો નથી કે 26 વર્ષની રાહ જોયા બાદ તે અનુપમાને મળવા જઈ રહ્યો છે. દરમિયાન, અનુપમાની વાર્તામાં વધુ એક હંગામો થવાનો છે.

ગૌરવ ખન્ના રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર સિરિયલ ‘અનુપમા’ના આગામી એપિસોડમાં, તમે અનુજ અને અનુપમા પરિવારની સામે એકબીજાને વરમાળા પહેરાવતા જોશો. અનુપમા તેના ગળામાં માળા પહેરાવતા જ તરત જ અનુજ રડવા માંડશે. અનુપમા બધાની સામે અનુજની આંખમાંથી આંસુ લૂછશે.

વરમાળા પૂરી થતા જ અનુજ અને અનુપમાના પરિવારના સભ્યો ધાર્મિક વિધિ કરવા જઈ રહ્યા છે. આ ધાર્મિક વિધિમાં છોકરા-છોકરીઓ એકબીજાને બરાબરના ટોણા મારતા હોય છે. બા અને રાખી અનુજ વતી દરેકને જવાબ આપશે. મજાકમાં કહીએ તો બાનો પારો સાતમા આસમાને પહોંચી જશે. અનુજને સપોર્ટ કરવાના ચક્કરમાં બા છોકરીવાળા પર ગુસ્સે થશે. જોકે, અનુપમા યોગ્ય સમયે મામલો સંભાળશે.

વનરાજ મન મારીને અનુપમાના લગ્નમાં પહોંચશે. વનરાજ અનુપમા અને અનુજને તેમના લગ્ન માટે અભિનંદન આપશે. લગ્નના મંડપમાં વનરાજને જોઈને અનુપમા અસ્વસ્થ થઈ જશે. બીજી તરફ, વનરાજ મનમાં અનુપમાને ખૂબ જ શાપ આપશે. વનરાજ એ દિવસની રાહ જોશે જ્યારે અનુજ અને અનુપમાના લગ્ન તૂટી જશે.

અનુજ અને અનુપમા સાત ફેરા લેતા પહેલા એકબીજાને વચન આપવાના છે. અનુજ અને અનુપમા વચન આપશે કે લગ્ન પછી બંને એકબીજાને સંપૂર્ણ સન્માન આપશે. અનુજ અને અનુપમાના પ્રેમની ગાડી આદર અને પ્રેમના આધારે ચાલવાની છે.

Leave a Reply

Your email address will not be published.